અમદાવાદ: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આજથી ગુજરાતમાં દિવ્ય દરબાર શરૂ થઈ રહ્યો છે. ત્યારે આજે બપોરે તેઓ ચાર્ટેડ પ્લેનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. 10 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી 5 શહેરોમાં દિવ્ય દરબાર યોજાવાના છો. ત્યારે અમદાવાદમાં આગમન થતા જ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દરમિયાન તેમણે પણ કારમાંથી જ ભક્તોનું અભિવાદન ઝિલ્યું હતું. મીડિયો રિપોર્ટ મુજબ એરપોર્ટથી તેઓ સૌથી પહેલા પોતાના ભક્તના ઘરે જવાના છે.
ADVERTISEMENT
અમરાઈવાડીમાં ભક્તને ઘરે લેશે ભોજન
અમદાવાદ આવી પહોંચેલા બાગેશ્વર બાબા અમરાઈવાડીમાં પોતાના ભક્તના ઘરે જશે. અહીં આવેલા ચૌહાણ પેલેસમાં તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં જ ભક્તના ઘરે તેઓ બપોરનું ભોજન લેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ભક્ત સુપ્રીયાએ જણાવ્યું હતું કે, તેઓ ફરાળી ભોજન લે છે. એટલા માટે તેમના માટે બપોરના ભોજનમાં ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ અને મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી બાદમાં તેઓ વટવામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જશે.
બાગેશ્વર બાબાનો સમગ્ર કાર્યક્રમ
ADVERTISEMENT
