અમદાવાદઃ અમદાવાદની આ રથયાત્રા ઘણી બધી રીતે અગાઉ કરતા અલગ જ તરી આવી છે. હાલમાં જ આપણે જાણ્યું છે કે પોલીસે આ વખતે 3 ડી મેપિંગ સિસ્ટમ, ડ્રોન સર્વેલન્સ સહિતની ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ રથયાત્રાની સુરક્ષા વધારવા માટે કર્યો છે. તો બીજી તરફ આપણે એ પણ જાણ્યું કે 72 વર્ષ પછી ભગવાન જગન્નાથ નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર નિકળ્યા છે. તો આ વખતે વધુ એક આકર્ષણનું કેન્દ્ર રહેલા અને સતત ચર્ચાઓમાં રહેલા બાબા બાગેશ્વર ધામની થીમ પર બનાવાયેલા ટેબ્લાએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
ADVERTISEMENT
101 ટ્રક, 30 અખાડા, 18 ગજરાત અને એટલી જ ભજન મંડળીઓ, 3 બેન્ડ વાજાઓ અને 1200 જેટલા ખલાસીઓ પણ આ રથયાત્રામાં ભગવાન જગન્નાથની સાથે જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં 17.5 કિલોમીટર લાંબી યોજાતી રથયાત્રામાં અનેક અલગ અલગ ટેબ્લોએ જમાવડો કર્યો છે. ક્યાંક વિવિધ કરતબો બતાવાઈ રહ્યા છે તો ક્યાંક મોટી મોટી ભજન મંડળીઓ નાચતા નાચતા જગન્નાથના ભજનો ગાઈ રહ્યા છે. એક અલગ જ પ્રકારે ભક્તિના રંગમાં લોકો રંગાયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં અલગ અલગ પ્રકારના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
રથયાત્રામાં કેમ પ્રસાદમાં અપાય છે ફણગાવેલા મગ?: Rath Yatra 2023
આ વખતની રથયાત્રામાં એક ટેબ્લો જે લોકોના ચર્ચાનું કેન્દ્ર બન્યો છે તે છે બાબા બાગેશ્વર ધામની થીમ પર બનાવાયેલો ટેબ્લો. આ ટેબ્લોમાં એક સિંહાસન બનાવાયું છે જેની આસપાસ પણ સિંહોની પ્રતિમા મુકવામાં આવી છે. જેના પર બાબા બાગેશ્વર જેવી વેશભૂષા ધારણ કરીને વ્યક્તિ બેઠો છે અને તેની સામે પણ અન્ય લોકો જેમ દરબારમાં બેઠા હોય તેમ અરજી લગાવતા હોવાની એક્ટિંગ કરી રહ્યા છે. આ લોકોમાં તમામ ધર્મના લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જાણે કે લોકોને એક્તાનો પાઠ ભણાવવા માગતા હોય. આ જ ટેબ્લોમાં પાછળના ભાગમાં નરેન્દ્ર મોદીની વેશભૂષા ધારણ કરીને એક વ્યક્તિ ઊભો છે કે જેની આસપાસ એસપીજીના કમાન્ડો જેવી એક્ટિંગ કરતા વ્યક્તિઓ પણ છે. અને સામે બાળકોને ભણવા બેસાડવામાં આવ્યા છે. એક રીતે જાણે ભણતર પર ભાર મુકાઈ રહ્યો છે તેવી આ થીમ ઊભી કરવામાં આવી છે.
ADVERTISEMENT
