ધીરેન્દ્ર શાસ્ત્રીએ પહેલવાનોના મેડલ ગંગામાં અર્પણ કરવા મુદ્દે સેવ્યું મૌનઃ ‘રાજનીતિ અંગે નિવેદન નથી આપતો’

Urvish Patel

• 04:39 PM • 30 May 2023

હસમુખ પટેલ.સાબરકાંઠાઃ ગુજરાતમાં સનાતનની વાતથી ખ્યાતના બનેલા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સાબરકાંઠાના હિંમતનગરના મહેમાન બન્યા હતા. જ્યાં તેમને એક ખાનગી ફેક્ટરીનું ઉદ્ઘાટન કરી ગુજરાતની મંગલ કામના…

gujarattak
follow google news

હસમુખ પટેલ.સાબરકાંઠાઃ ગુજરાતમાં સનાતનની વાતથી ખ્યાતના બનેલા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સાબરકાંઠાના હિંમતનગરના મહેમાન બન્યા હતા. જ્યાં તેમને એક ખાનગી ફેક્ટરીનું ઉદ્ઘાટન કરી ગુજરાતની મંગલ કામના સાથે રાજકીય નિવેદનોથી દૂર રહેવાનું નિવેદન આપ્યું હતું સાથોસાથ હાજર રહેલા સૌ કોઈને અહંકાર રહિત લોક સેવામાં જોડાવાની વાત કરી હતી. જોકે આ તરફ પત્રકારો દ્વારા જ્યારે બ્રુજ ભૂષણસિંહના મામલામાં પહેલવાન દીકરીઓ આજે ગંગામાં પોતાના મેડલ અર્પણ કરી દેવા માગતી હોવાને લઈને પ્રશ્ન પુછાયો ત્યારે તેમણે રીતસર આ મામલે કોઈ નિવેદન નહીં આપવાની વાત કરી હતી.

આ પણ વાંચો

મારી ભત્રીજી સગીર નથી, પહેલવાનો પોતાના સ્વાર્થ માટે દુરૂપયોગ કરી રહ્યા છે

સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે ખાનગી ફેક્ટરીનું ઉદ્ઘાટન બાગેશ્વર ધામના મહંત દેવેન્દ્ર શાસ્ત્રીના હસ્તે કરાયું હતું. તેમણે ખાનગી ફેક્ટરીનું ઉદ્ઘાટન કરી સ્થાનિક લોકોની મંગલ કામના કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં પોતાના નિવેદનોથી ભારતભરમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે ત્યારે આજે તેમને હિંમતનગર ખાતે પણ સ્થાનિક લોકોના મંગલ કામના સહિત ભગવાનની કૃપા અવિરત રહે તેવી કામના વ્યક્ત કરી હતી. સાથોસાથ બાગેશ્વર ધામમાં સૌ કોઈને આવવા આમંત્રણ આપ્યું હતું. જોકે સનાતન ધર્મ મામલે બાગેશ્વર બાબાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પહેલાથી જ સનાતન ધર્મની અપનાવતી રહેલી છે.

મેડલ ગંગામાં વહેવડાવા અંગે કાંઈ ના બોલ્યા શાસ્ત્રી
ભારતમાં બહુચર્ચિત મહિલા પહેલવાનના અનશન તેમજ હરિદ્વારમાં મેડલ ગંગામાં પધરાવવાના મામલે રાજકીય નિવેદનોથી દૂર રહેવાની વાત કરી હતી. જોકે અચાનક હિંમતનગર આવવાની જાણ થતા મોટી સંખ્યામાં ભક્તજનો સહિત ટેકેદારો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

    follow whatsapp