સુરત : ટ્રિપલ તલાક મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા ખુબ જ કડક કાયદો બનાવવામાં આવ્યો હોવા છતા મુસ્લિમ સમાજમાં ખુબ જ સામાન્ય બાબતમાં છુટાછેડાના કિસ્સાઓ સામે આવતા રહે છે. સુરતમાં એક આવો જ ચોંકાવનારો વળાંક સામે આવ્યો હતો. હાલમાં જ ત્રિપલ તલાકના કેસમાં પતિએ પોતાની પત્નીને માત્ર એટલા માટે છુટાછેડા આપી દીધા કારણ કે પત્નીએ પોતાનાં બાળકનેપ્રાઇવેટ સ્કુલમાં ભણાવવા માટેની જીદ કરી હતી. જ્યારે પિતા તેને મદરેસામાં મોકલવા માંગતો હતો. જેના મુદ્દે બંન્ને વચ્ચે વિવાદ થતા પુરૂષે તલાક તલાક તલાક કહીને પોતાની પત્નીને છુટાછેડા આપી દીધા હતા. હાલ તો મહિલાએ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
ADVERTISEMENT
ગોપીપુરાની રહેવાસી મહિલા સાથે ત્રિપલ તલાકનો વિચિત્ર બનાવ
સુરત શહેરના ગોપીપુરા વિસ્તારની રહેવાસી 43 વર્ષીય મહિલા શમસાદબાનુએ શહેરના અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, 15 વર્ષ પહેલા તેના લગ્ન ગોપીપુરા વોહરાવાડ વિસ્તારમાં રહેતા મોહમ્મદ ફારુખ જરીવાલાની સાથે થયા હતા. તેમના સુખી સંસારમાં 13 વર્ષ અને 10 વર્ષના બે બાળકો પણ થયા હતા. મુસ્લિમ સમાજમાં ધાર્મિક કાર્યક્રમોમાં સ્પીકર ફિટિંગનું કામ કરતો મોહમ્મદ ફારુક પત્ની સાથે ધાર્મિક રીતિ રિવાજોનું પાલન કડક નહી કરવા મુદ્દે ઝગડો થતો રહે છે. આ મહિલાએ બંન્નેપુત્રોને પ્રાઇવેટ સ્કુલમાં ભણાવવા માટેની જીદ કરી હતી. જેથી બંન્ને વચ્ચે ઘર્ષણ થયું હતું. બળતામાં ઘી હોમવાનું કામ મોટા પુત્રએ મોબાઇલ માંગતા થયું હતું. આ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ પતિએ પોતાની પત્નીને ત્રિપલ તલાક હેઠળ છુટાછેડા આપીને ઘરની બહાર કાઢી મુકી હતી.
બીજી યુવતી ગમી જતા ઘરે લઇને આવ્યો અને પહેલી પત્નીને કહ્યું ત્રિપલ તલાક
ત્રિપલ તલાકનો બીજો કિસ્સો સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. અહીં કોસાડ આવાડમાં રહેતી 2 સંતાનોની માતા 28 વર્ષીય મહિલા પોતાના પતિ શોએબ યૂનુસ પઠાણ સહિત ચાર લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ અનુસાર પતિ શોએબ ખાન પઠાણની સાથે 4 વર્ષ પહેલા સાયમા નામની યુવતના લગ્ન થયા હતા. 1 નવેમ્બરે પતિ યુનૂસ ખાન પઠાણને ઘરે લઇને આવ્યો અને તેની જ હાજરીમાં પહેલી પત્નીને ત્રિપલ તલાક કહીને કાઢી મુકી હતી. આ મુદ્દે પોલીસે પહલી પત્નીની અરજીના આધારે ફરિયાદ દાખલ કરી છે.
ADVERTISEMENT
