અરવલ્લી: અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આજે રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે આ પરીક્ષાને લઈ રસ્તા પર વિધ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પરીક્ષા આપી પરત ફરી રહેલા ત્રણ પરીક્ષાર્થીઓને અકસ્માત નડ્યો છે.
ADVERTISEMENT
આજે ધોરણ 10 નું પેપર પૂર્ણ પરત ઘરે જઈ રહેલા પરીક્ષાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા છે. પીકઅપ અને બાઈક વચ્ચે અકસ્માત થતા ત્રણેય પરીક્ષાર્થીઓ ફંગોળાયા હતા. મોડાસાની સિમરનપાર્ક પાસે પરીક્ષાર્થીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં ધોરણ ૧૦ ના ત્રણ પરીક્ષાર્થીઓ ઘાયલ થયા હતા. ત્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણેય પરીક્ષાર્થીઓને વધુ સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અકસ્માતની ઘટનાને લઇ સ્થાનિક લોકો એકત્રિત થયા હતા.
જામજોધપુરના માર્કેટિંગ યાર્ડ પાસે દિન દહાડે 20 લાખની લૂંટ, જુઓ video
ત્રણેય પરીક્ષાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન વિધ્યાર્થીઓ પરીક્ષા આપવા જતાં અકસ્માતની ઘટનામાં વધારો થવાની સંભાવના વધી રહી છે. ત્યારે પરીક્ષણ પહેલાજ દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે. મોડાસાની સિમરનપાર્ક પાસે પીકઅપ અને બાઈક વચ્ચે અકસ્માત થતા ધોરણ 10 નું પ્રથમ પેપર પૂર્ણ થતા ઘરે જઈ રહેલા પરીક્ષાર્થીઓને અકસ્માત નડ્યો છે. ત્યારે આ અકસ્માતના પગલે ત્રણેય પરીક્ષાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી)
ADVERTISEMENT
