Arvalli Lova Affair Murder: અરવલ્લી જિલ્લામાં અનૈતિક પ્રેમ સંબંધોમાં ખૂબ ખેલ ખેલાયાની ઘટના સામે આવી છે. પરિણીત મહિલા અને પરિણીત યુવક એકબીજાના ગળા ડૂબ પ્રેમમાં પડતા મહિલાના દિયરે જ ભાભીના પ્રેમીનું તિક્ષ્ણ હથિયારના ઘા મારીને કાસળ કાઢી નાખ્યું હતું. ઘટના મામલે હવે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT
ગામમાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી
વિગતો મુજબ, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા જેતપુર ગામમાં કોઈ યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ જોઈને ગામલોકોને ટોળેટોળા વળી ગયા હતા. યુવકના શરીર પર તિક્ષ્ણ હથિયારના ભયાનક ઘા હતા. લાશની બાજુમાં લાકડાનો ડંડો પડ્યો હતો.
અનૈતિક પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંજામ
ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી અને તપાસ કરતા મૃતક યુવક સંજય ગામેતી નામનો યુવક હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, સંજય ગામમાં આવેલા પરમાર ફળિયામાં સંજય તેની પત્ની, બે બાળકો અને પરિવાર સાથે રહેતો હતો. આ જ ફળિયામાં સ્નેહબાળા ગામેતી નામની પરિણીતા પણ રહેતી હતી. બન્ને એક બીજાના સંપર્કમાં આવ્યા અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ વાતની જાણ સંજયના પરિવારને અને સ્નેહબાળાના સાસરિયાને પણ થઈ ગઈ હતી. સંજય અને સ્નેહબાળા બન્ને પરિણત હતા છતાં એકબીજાના પ્રેમ કરવા લાગ્યા.
પ્રેમ પસંગમાં પ્રેમિકાના દીયરે કરી હત્યા
એક સમય તો એવો આવ્યો કે સ્નેહબાળા સંજયના ઘરે રોકાવા માટે આવી ગઈ. જ્યારે સંજયના પિતા પાછા આવ્યા તો બન્ને પરિવારો વચ્ચે મુલાકાત થઈ અને આ સંબંધને સ્વીકારવાનો વિરોધ કર્યો. પરંતુ તેમ છતાં બંનેના સંબંધો અહીં ખતમ ન થયા. 31 જુલાઈના રોજ સંજય રાતના સમયે ઘરેથી બહાર નીકળ્યો હતો. દરમિયાન પરમાર ફળિયા પાસે જ સ્નેહબાળાના દિયર આશિષે પ્રેમ પ્રકરણની અદાવત રાખી સંજય પર હુમલો કરી દીધો. આશિષે જાણે પહેલાથી જ પ્લાન કર્યો હોય એમ તિક્ષ્ણ હથિયારથી માથાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંક્યા અને સંજય ગામીતીનું ઢીમ ઢાળી દીધું. હાલમાં પોલીસે ફરાર હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(હિતેશ સુતરીયા, અરવલ્લી)
ADVERTISEMENT
