અમદાવાદ : શહેરના મેટ્રો રેલના બીજા રૂટ પર સફરનું સપનું હવે ધીરે ધીરે સાકાર થઇ રહ્યું છે. આજથી ફેઝ-1 ના ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતો મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીની મેટ્રો ટ્રેનનો રૂટ શરૂ થયો છે. જેના પગલે મેટ્રો ટ્રેનમાં સફરનો આનંદ ઉઠાવવા માંગતા લોકો હવે આ રૂટનો પણ ઉપયોગ કરી શકશે. સમગ્ર રૂટ શરૂ થઇ જવાના કારણે હવે નાગરિકોની સગવડમાં વધારો થશે. કોઇ પણ પ્રકારના ટ્રાફીક વગર પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકશે.
ADVERTISEMENT
વાસણાથી મોટેરા સુધીનો રૂટ શરૂ થયો
આજથી મોટેરાથી વાસણા APMC સુધીની મેટ્રો ટ્રેન શરૂ થવાના કારણે સંપુર્ણ ફેઝ 1 કાર્યરત થયો છે. વાયુવેગે દોડતી મેટ્રો કોઇ પ્રકારના ટ્રાફીક, અવાજ અને ઘોંઘાટ કે પ્રદુષણ વગર શાંતિથી આરામથી એસીમાં બેઠા બેઠા તમારા ગંતવ્ય સુધી પહોંચી શકશો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પીએમ મોદીના હસ્તે 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ ફેઝ પુર્વને પશ્ચિમ સાથે જોડે છે. થલતેજથી વસ્ત્રાલ સુધી આ રૂટ શરૂ થયો છે.
હવે ગુજરાતના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ પહોંચી શકાશે
બીજા તબક્કામાં કોરિડોર-1 વેજલપુર APMC થી મોટેરા સ્ટેડિયમ વચ્ચેના 18 કિલોમીટર રૂટ પર મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત થતા મોટી સંખ્યામાં લોકો મેટ્રો પર પહોંચ્યા હતા. મેટ્રોને કારણ શહેરીજનો કોઇ પણ પ્રકારી સમસ્યા વગર શાંતિથી એસીમાં બેસીને અમદાવાદમાં ઉડતા ઉડતા પોતાના સ્થળ સુધી પહોંચી જશે. આ ઉપરાંત આર્થિક ફાયદો પણ થશે. મેટ્રોમાં ખુબ જ સસ્તા દરે તેઓ પોતાના ગંતવ્ય સુધી પહોંચશે.
ADVERTISEMENT
