Anand Accident News: આણંદ જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કારમાં સવાર 3 યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકને જેસીબી વડે ઊંચી ક રીને કારને બહાર કાઢવી પડી હતી. અકસ્માતને લઈને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
રેતી ભરેલા ટ્રકમાં કાર ઘુસી ગઈ
વિગતો મુજબ, આણંદના બોરસદમાં આવેલા ઝારોલ પાસે રવિવારે મોડી રાત્રે કાર અને રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાં ટક્કર બાદ સફેદ કલરની બલેનો કાર ટ્રકમાં ઘુસી ગઈ હતી. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે કાર આખું પડીકું વળી ગઈ હતી અને તેને બહાર કાઢવા માટે પણ જેસીબીની મદદ લેવી પડી હતી. અકસ્માતમાં કારમાં સવાર 3 યુવકોના કમાકમાટીભર્યા મોત થયા હતા.
3 કલાકની જહેમત બાદ મૃતદેહો બહાર નીકળ્યા
અકસ્માતમાં કાર ટ્રકમાં ઘુસી જતા JCB વડે ટ્રક ઊંચો કરીને ટ્રેક્ટરથી કારને દોરડું બાંધીને ખેંચવી પડી હતી. 3 કલાકની ભારે જહેમત બાદ કારમાંથી યુવકોના મૃતદેહ બહાર કાઢી શકાયા હતા. જાણકારી મુજબ, ત્રણેય યુવકો બોરસદના જંત્રાલ ગામના વતની હતી. અકસ્માતની જાણ થતા જ ભાદરણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરી હતી.
(ઈનપુટ: હેતાલી શાહ, આણંદ)
ADVERTISEMENT
