મોંઘવારીનો ડબલ ડોઝ: અમૂલ દ્વારા દૂધના ભાવમાં રૂ.2થી 4 સુધીનો ભાવ વધારો, નવો વધારો આજથી જ લાગુ

Yogesh Gajjar

01 Apr 2023 (अपडेटेड: Apr 1 2023 1:50 AM)

વડોદરા: અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ને શનિવાર (1 એપ્રિલ) સવારથી દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો…

gujarattak
follow google news

વડોદરા: અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ને શનિવાર (1 એપ્રિલ) સવારથી દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. GCMMF દ્વારા અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ તાઝા સહિત તમામ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2થી 4 સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો

કયા દૂધમાં કેટલો વધારો?
હવે નવા ભાવ વધારા સાથે અમૂલ ગોલ્ડ હવે પ્રતિ લિટર રૂ. 64, અમૂલ શક્તિ રૂ. 58 પ્રતિ લિટર અને અમૂલ તાઝા રૂ. 52 પ્રતિ લિટરના ભાવે વેચાશે. આ સાથે બફેલો દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂ.4નો વધારો કરાયો છે. જે હવે રૂ.34 પ્રતિ 500 મી.લીના કિંમતને વેચાશે. અમલૂ ટી સ્પેશ્યલ પણ હવે રૂ.29ના બદલે રૂ.30 (500મિલી)માં વેચાશે. અમૂલ ડીટીએમ (સ્લીમ અને ટ્રીમ) દૂધ પણ રૂ.22થી વધીને રૂ.23 (500મિલી) થઈ ગયું છે.

ઓગસ્ટ 2022 બાદ કરાયો ભાવ વધારો
ફેડરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભાવ વધારો કરવા પાછળ પશુ આહાર ખર્ચ, પરિવહન ખર્ચ અને એકંદર ઇનપુટ ખર્ચમાં વધારો થવાનું કારણ છે. નોંધનીય છે કે ગત વર્ષે ઓગસ્ટ (2022) માં અમૂલ દ્વારા ગુજરાતના બજારમાં દૂધના ભાવમાં વધારો કરાયો હતો.

પશુપાલકોને દૂધ ખરીદીમાં પણ વધારો
નોંધનીય છે કે, બીજી તરફ ગઈકાલે અમૂલ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.20નો ભાવ વધારો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.800થી વધીને રૂ.820 ચૂકવવામાં આવશે. આ સાથે દૂધ ભરતા સભાસદોને અકસ્માત વીમો પણ આપવાની જાહેરાત કરાઈ હતી.

 

    follow whatsapp