ગાંધીનગરઃ સોશ્યલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, આ વીડિયો પૈકી કયો સાચો કયો ખોટો તેનું ધ્યાન પણ તમારા વતી રાખનારું કોઈ નથી, તમારે તમારી જાતે તેનું પરીક્ષણ કરી તેના ફેલાવાને રોકવો પડે, તે સિવાય કોઈ ચારો નથી. હાં વાયરલ થયેલા વીડિયો પર જ્યારે પણ વાંધા ઉઠાવાયા અથવા કાયદો તૂટતો સામે આવ્યો છે ત્યારે ત્યારે પોલીસ તંત્રએ એક્શન જરૂર લીધા છે. હવે આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં અમૂલની લસ્સીમાં ફૂગ જામી ગઈ હોવાનું બતાવવામાં આવ્યું છે. આ વીડિયો કેટલો સાચો છે કે કેટલો ખોટો તેનો દાવો આપણે કરી શકીએ નહીં પરંતુ વીડિયો બનાવનાર વ્યક્તિનો દાવો છે કે તે સત્ય છે અને આ તરફ અમૂલનો દાવો છે કે આ ખોટું છે. સત્ય શું છે તે આગામી તપાસમાં સામે આવી જ જશે તેવું આપણે હાલ માની શકીએ.
ADVERTISEMENT
યુવતીના રેપ બાદ સળગાવી દેવાના મામલાનો આરોપી સૂરજ ભુવાજી જીવતો વૈભવી જીંદગી, જુઓ Photos
અમૂલ બ્લાન્ડને બદનામ કરવાનો ઈરાદો
અમૂલની બ્રાન્ડને બદનામ કરવાના ઈરાદે હિન્દી ભાષી ઈસમ દ્વારા કોઈ અજાણ્યા પાર્લર ઉપર અમૂલ લખેલા લસ્સીના ટેટ્રા પેકનો વીડિયો ઉતારી યે અમુલ કી લસ્સી હૈ, મે કાટ રહા હું દેખો. તેમ કહી લસ્સીના કાપેલ ટેટ્રા પેકને સ્કીન સામે બતાવી અંદર ગ્રીન કલરની ફુગ વડેલ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે ગાંધીનગર ભાટની અમૂલ ડેરીનાં જનરલ મેનેજર દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. આપની જાણકારી માટે આ વાયરલ થયેલો વીડિયો અહીં દર્શાવ્યો છે કે જેથી અહીં તમે તેને ફરતો કરવો કે નહીં તેની જાતે સમજ કેળવી શકો.
ADVERTISEMENT
