અમરેલીઃ દરિયામાંથી મળી યુવાનની લાશ, બચાવવા મહેનત કરનાર MLAએ વ્યક્ત કર્યું દુઃખ- Video

Urvish Patel

• 02:38 PM • 31 May 2023

અમરેલી: અમરેલીના રાજુલા ખાતે દરિયામાં ચાર યુવાનો ન્હાવા પડ્યા હતા. તમામ યુવાનો પાણીમાં ડૂબવા લાગતા ધારાસભ્ય હીરા સોલંકી સહિત અન્ય તરવૈયાઓ તેમનો જીવ બચાવવા પોતાના…

gujarattak
follow google news

અમરેલી: અમરેલીના રાજુલા ખાતે દરિયામાં ચાર યુવાનો ન્હાવા પડ્યા હતા. તમામ યુવાનો પાણીમાં ડૂબવા લાગતા ધારાસભ્ય હીરા સોલંકી સહિત અન્ય તરવૈયાઓ તેમનો જીવ બચાવવા પોતાના જીવને જોખમમાં મુક્યું હતું. આખરે ત્રણ યુવાનોને બચાવી શક્યા હતા. જ્યારે એક યુવાનની શોધખોળ ચાલી રહી હતી. આખો દિવસની શોધખોળના અંતે આ યુવાન મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. યુવાનની લાશને દરિયામાંથી બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુવકના મૃત્યુને પગલે હીરા સોલંકીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. મામલતદાર સહિતનાઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો

ગુજરાતમાં ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટુ અંગદાન

અમરેલીના રાજુલા ખાતે આવેલા પટવાગામની ખાડીમાં 4 યુવાનો ન્હાવા ગયા હતા. દરમિયાન તેઓ પાણીમાં ખેંચાઈ ગયા હતા. પાણીમાં તેઓ ડૂબવા લાગતા સ્થાનીકો અને ધારાસભ્ય હીરા સોલંકી પણ સ્થળ પર દોડી આવ્યા હતા. બાઈક પર સવાર થઈ હીરા સોલંકી અહીં આવ્યા પછી દરિયામાં યુવાનોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. ધારાસભ્યએ ગામના દરિયા કિનારે પહોંચી તુરંત સ્થાનીકોને એક બોટ લેતા આવવા સૂચન કર્યું હતું. દરમિયાન ક્ષણ ભરનો વિચાર કર્યા વગર કે પોતાના જીવનો વિચાર કર્યા વગર હીરા સોલંકી દરિયામાં કુદી ગયા હતા. સાથે જ તરવૈયાઓની અન્ય ટીમ પણ કુદી પડી હતી. દરિયામાં દૂર દૂર સુધી ચારેય યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ત્રણ યુવાનોનો આબાદ બચાવ કરવામાં સફળતા મળી હતી. જોકે 1 યુવાન મળી આવ્યો ન હતો. તેને શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી. આખરે આ યુવાન મળી આવ્યો હતો પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. યુવાનનો મૃતદેહ મળતા ત્યાં તેને શોધવાની મહેનત કરનારા તમામ પણ દુખી થયા હતા.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp