અમરેલીઃ વૃદ્ધ અપંગ માતાને ખાટલામાં જ રહેંસી નાખી, પુત્રની પણ લાશ મળી

અમરેલીઃ અમરેલીના ખાંભામાં એક અરેરાટી ભરી ઘટના સામે આવી છે. જેમાં એક ખેડૂત પરિવારના બે સભ્યોની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે. ડબલ મર્ડરની ઘટના…

gujarattak
follow google news

અમરેલીઃ અમરેલીના ખાંભામાં એક અરેરાટી ભરી ઘટના સામે આવી છે. જેમાં એક ખેડૂત પરિવારના બે સભ્યોની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે. ડબલ મર્ડરની ઘટના અંગે જાણકારી મળતા સ્થાનીક પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે આ ઘટનામાં મૃતકોના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

પુત્રનો વાડીમાંથી મળ્યો મૃતદેહ
ખાભાના પાટી ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અહીં રહેતા 95 વર્ષીય દુધીબેન જીવરાજભાઈ સુહાગિયા અને તેમના 60 વર્ષીય પુત્ર સુરેશભાઈ જીવરાજભાઈ સુહાગિયાની હત્યા કરેલી લાશ મળી આવી છે. ખેતીકામ સાથે જોડાયેલા આ પરિવાર પર આવો ઘાતકી હુમલો કોણે કર્યો હશે તેને લઈને સવાલો ઊભા થયા છે. અપંગ દુધીબેનને ત્યાં જ ખાટલામાં ઘાતકી રીતે રહેંસી નાખવામાં આવ્યા છે. જ્યારે પુત્રને વાડીના ખુલ્લા ખેતરમાં રહેંસી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં ગળાના ભાગે તથા માથાના ભાગે બોથડ પદાર્થ મારીને અને ઘાતક હથિયારથી ઈજાઓ કરીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિરમગામના PSI નું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું

પાટી ગામે ડબલ મર્ડરની ઘટના બનતા અહીં ડીવાયએસપી હરેશ વોરા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે અહીં સ્થળ પર વિવિધ પુરાવાઓની તપાસ કરી હતી. સાથે જ બંને વૃદ્ધ માતા-પુત્રના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ હત્યા કોના દ્વારા અને કેમ કરવામાં આવી છે તેને લઈને હજુ રહસ્ય છે પરંતુ તેના પરથી પણ પોલીસ ટુંક જ સમયમાં પડદો ઉચકી લે તો પણ નવાઈ નહીં.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp