Ahmedabad News: અમદાવાદની કેલોરેક્શ શાળામાં નમાઝ પઢવાને લઈને વિવાદ ઊભો થયો છે. હવે આ વિવાદ પછી કાલે શાળા બંધ રહેવાના અહેવાલો સામે આવ્યા છે. આ અંગે મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાળા દ્વારા વાલીઓને મેસેજ દ્વારા આ રજા અંગેની જાણકારી આપવામાં આવી છે. જોકે શાળા બંધ રાખવામાં કેમ આવી છે તેનો કોઈ ઉલ્લેખ તેમાં નથી જોવા મળી રહ્યો. હાલ અમગ્ય કારણોસર શાળાની બંને પાળીનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
Vadodara News: વડોદરાના અલ્કાપુરી વિસ્તારમાં વિદેશ યુવતી પર દુષ્કર્મની ઘટના,…
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યૂચર સ્કૂલ વિવાદોમાં સપડાઈ છે. સ્કૂલ દ્વારા ઈદના તહેવાર પર બાળકો પાસેથી નમાજ પઢાવતા વિવાદ થયો છે અને હિન્દુ સંગઠનો દ્વારા આપત્તિ દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ સ્કૂલ દ્વારા માફી પત્ર લખીને આપવામાં આવ્યો છે.
ઈદ પર વિદ્યાર્થીઓને નમાજ પઢવાનું શીખવાયું
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યૂચર સ્કૂલમાં ઈદના તહેવાર પર બાળક પાસે નમાજ પઢાવવામાં આવી હતી અને અન્ય બાળકોને આ શીખવવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો. વીડિયો વાલીઓ અને હિન્દુ સંગઠનોના ધ્યાને આવતા તેઓ વિરોધ નોંધાવવા માટે સ્કૂલે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. વિવાદ થતા સ્કૂલે સોશિયલ મીડિયામાંથી વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો.
ADVERTISEMENT
