અમદાવાદમાં મોદીનો મેગા રોડ શોઃ નરોડાથી ચાંદખેડા સુધી 32 કિમીમાં જાણો કયા કયા વિસ્તારો આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં સભાઓ અને રોડ શો કરી ચુક્યા છે. દરમિયાનમાં અમદાવાદમાં તેમનો ચૂંટણી વખતનો સૌથી…

pm modi

pm modi

follow google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં સભાઓ અને રોડ શો કરી ચુક્યા છે. દરમિયાનમાં અમદાવાદમાં તેમનો ચૂંટણી વખતનો સૌથી મોટો રોડ શો કરવાના છે ત્યારે ગુરૂવારે નરોડાથી લઈ ચાંદખેડા સુધી 32 કિલોમીટરનું અંતર તેઓ કાપવાના છે. જેમાં ભારે મેદની આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

35 જગ્યાએ સ્વાગત સત્કાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે અમદાવાદમાં બપોરે 3.30 વાગ્યાથી અમદાવાદની 13 અને ગાંધીનગરની 1 એમ કૂલ 14 વિધાનસભા બેઠકોને આવરી લે તેટલો મોટો રોડ શો કરવાના છે. દરમિયાનમાં કૂલ 35 જગ્યા પર તેમના સ્વાગત સત્કાર થવાના છે. જે રોડ શો વખતે અલગ અલગ વિધાનસભા બેઠકોના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમના સ્વાગત કરવાના છે. આ રોડ શો અમદાવાદના નરોડા વિસ્તારથી લઈને ચાંદખેડા વિસ્તાર સુધી યોજાવાનો છે.

રોડ શોનો સંભવિત રુટ શું?
રોડ શોના સંભવિત રુટની વાત કરીએ તો નરોડા ગામ બેઠકથી રોડ શો શરૂ થશે જે કૃષ્ણનગર ચાર રસ્તાથી હિરાવાડી, ત્યાંથી સુહાના રેસ્ટરાંથી શ્યામ શિખર ચાર રસ્તા અને બાપુનગર ચાર રસ્તા થઈ ખોડિયારનગર, વિરાટનગરથી સોનીની ચાલીથી રાજેન્દ્રનગર ચાર રસ્તા થઈને રબારી કોલોની અને સીટીએમથી હાટકેશ્વર તરફ વળી જશે. તે પછી ત્યાંથી ભુલાભાઈ ચાર રસ્તા થઈને ખોડિયાનગર બહેરામપુરાથી ચંદ્રનગર તરફ જશે. ત્યાંથી ધરણીધર ચાર રસ્તા વટાવીને જીવરાજપાર્ક ચાર રસ્તા અને ત્યાંથી શ્યામલ ચાર રસ્તા તરફ આવશે. જે પછી શિવરંજની ચાર રસ્તાથી હેલમેટ ચાર રસ્તા એઈસી તરફ જશે અને ત્યાંથી પલ્લવ ચાર રસ્તાથી પ્રભાત ચોક અને ત્યાંથી પાટીદાર ચોક અખબાર નગર ચાર રસ્તા તરફ જશે. જેના પછી વ્યાસ વાડી ડીમાર્ટથી આરટીઓ સર્કલ અને ત્યાંથી સાબરમતી પાવર હાઉસ થઈને સાબરમતી પોલીસ સ્ટેશન નજીકથી વિસત ચાર રસ્તા પર પહોંચશે. ત્યાંથી આ રોડ શો સીધો જનતાનગર ચાર રસ્તા થઈને આઈઓસી ચાર રસ્તા ચાંદખેડા સુધી જશે.

    follow whatsapp