લોકસભા મુદ્દે BJP બાદ AAP સક્રિય! તમામ 26 બેઠક પર ઉમેદવાર ઉતારશે

Krutarth

• 05:26 PM • 09 Jul 2023

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના (AAP) સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગુજરાત પ્રદેશ નેતાઓ સાથે દિલ્હીના મહત્વપુર્ણ બેઠક આયોજીત કરી હતી. બેઠકમાં…

AAP About Lok sabha election

AAP About Lok sabha election

follow google news

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના (AAP) સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગુજરાત પ્રદેશ નેતાઓ સાથે દિલ્હીના મહત્વપુર્ણ બેઠક આયોજીત કરી હતી. બેઠકમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને ધારાસભ્ય હેમંત ખવા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો

આ બેઠકમાં 2024 માં આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત પાર્ટીની રણનીતિ અંગે પણ ચર્ચા થઇ હતી. ગુજરાતના વિવિધ સમીકરણો અને મુદ્દાઓ અંગે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંગઠનને વધારે મજબુત બનાવવા માટેની ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીને મહત્તમ બેઠકો મળી શકે તેવા અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા ચાલી હતી.

આમ આદમી પાર્ટીએ 2022 માં વિધાનસભા ચૂંટણીમાં પણ ખુબ જ મોટો હાઇપ પેદા કર્યો હતો. કોંગ્રેસ કરતા પણ વધારે આક્રમક રીતે આગળ વધીને માહોલ ઉભો કરી દીધો હતો. પાંચ વિધાનસભા સીટો પણ કબ્જે કરી હતી. બીજી મહત્વની બાબત હતી કે, 40 થી વધારે સીટો પર આમ આદમી પાર્ટી બીજા નંબર પર રહી હતી. જેથી હવે લોકસભામાં પણ તમામ સીટો પર લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી.

આગામી સમયમાં લોકસભા ચૂંટણી માટે સંગઠન વધારે મજબુત કરવા અંગે ચર્ચા અને સાઇટ મેપ બનાવવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આગામી સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ લોકસભા ચૂંટણી પર લડશે. દેશની રાજનીતિમાં સકારાત્મક શરૂઆત કરવાની સાથે પોતાના બે રાજ્યોમાં પોતે કરેલા પરિવર્તન સહિતના મુદ્દાઓ પર લોકોને જાગૃત કરશે.

    follow whatsapp