રાતોરાત સ્ટાર બનવાના અભરખામાં યુવાને Instagram માં હથિયાર સાથે ફોટો અપલોડ કર્યો, પોલીસે સીન વીખી નાખ્યો

મોરબી: Instagram માં વધુ લાઈક મેળવવા માટે અને ફોલઅર્સ વધારવા માટે જુદાજુદા કાંડ કરવામાં આવે છે. ક્યારેક સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવવાનો વારો આવે છે. તો…

gujarattak
follow google news

મોરબી: Instagram માં વધુ લાઈક મેળવવા માટે અને ફોલઅર્સ વધારવા માટે જુદાજુદા કાંડ કરવામાં આવે છે. ક્યારેક સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવવાનો વારો આવે છે. તો ક્યારેક જીવ મુશ્કેલીમાં પણ મુકાઇ છે. તો ઘણી વખત રાતો રાત સ્ટાર બનવાના ચક્કરમાં જેલમાં પણ જવું પડે છે. ત્યારે વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા યુવાને તેની પાસે હથિયારનું લાયસન્સ ન હોવા છતાં પણ જે વ્યક્તિ પાસે હથિયારના લાયસન્સ હતા તેની પાસે રહેલ બારબોરના હથિયાર લઈને તેની સાથે ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામના તેના યુઝર આઇડી ઉપર તે ફોટો અપલોડ કર્યા હતા. જેથી કરીને લાઇસન્સ વગર હથિયાર સાથે ફોટા પાડનાર તથા લાયસન્સ વાળા હથિયાર ફોટો પાડવા માટે આપનારા એમ કુલ ત્રણ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જુદાજુદા બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મોરબીના રાકેશ ડાભી નામથી ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા રાકેશભાઇ પનાભાઇ ડાભી નામના યુવકે સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના ઇન્સ્ટાગ્રામ યુઝર આઇ.ડી. પર પોસ્ટ કર્યું હતું. જે ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. હથિયારનો પરવાનો ન હોવા છતાં પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ યુઝર આઇડી ઉપર બારબોરના હથિયાર સાથેના ફોટો અપલોડ કર્યા હતા જેથી મોરબી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: છેલ્લા 3 વર્ષમાં સિંહોના મૃત્યુનો આંકડો છે ચૌકાવનારો, સિંહ પ્રેમીઓ ચિંતામાં મુકાયા

રાકેશ પનાભાઈ ડાભીએ હથિયાર સાથે જે ફોટો મૂક્યા છે તે હથિયાર તેની પાસે લાયસન્સ ન હોવા છતાં પણ તેની પાસે કયાથી આવ્યા તે દિશામાં તપાસ કરવામાં આવી હતી. રાકેશ પનાભાઈ ડાભીએ ફોટો પાડવા માટે હથિયારનું લાયસન્સ ધરાવતા લાલાભાઇ રૈયાભાઇ ડાભી તથા સુરેશભાઈ રૈયાભાઈ ડાભી ચિત્રાખડા વાળાના હોવાનું સામે આવ્યું હતું. ત્યારે  પોલીસે રાકેશ પન્નાભાઈ ડાભી, સુરેશ રૈયાભાઇ ડાભી અને લાલાભાઇ રૈયાભાઇ ડાભી સામે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp