કચ્છમાં ફરી ધરતીકંપ: 4.1ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 59 કિ.મી દૂર

malay kotecha

05 Jan 2024 (अपडेटेड: Jan 5 2024 5:39 AM)

Earthquake in Kutch: કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વધુ…

gujarattak
follow google news

Earthquake in Kutch: કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વધુ એકવાર કચ્છમાં ભૂકંપ આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. પર્યટન સ્થળે પખવાડિયામાં બીજી વખત ધરા ધ્રુજી ઉઠતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે, સદનસીબે આંચકાના કારણે કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો

રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.1ની તીવ્રતા

કચ્છમાં આજે સવારે 9.38 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે અચાનક કચ્છની ધરા ધ્રુજતા કેટલાક લોકો પોત-પોતાના ઘરો-દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. આજે સવારે 9.38 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1ની નોંધાઈ છે. જ્યારે કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 59 કિમી દૂર નોંધાયું છે. હાલમાં નુકસાનના કોઈ સમાચાર નથી.

23 ડિસેમ્બરે પણ આવ્યો હતો ભૂકંપ

આપને જણાવી દઈએ કે, કચ્છમાં ગત 23 ડિસેમ્બરે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 23 ડિસેમ્બર ધોળાવીરા નજીક અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ હતી. આમ એક પખવાડિયામાં સતત બીજીવાર કચ્છની ધરા ધ્રુજી છે.

ભૂકંપ આવે તો શું કરવું ?

જ્યારે ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં પડેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવું જેથી વાગવાની શક્યતા ન રહે. બહાર નીકળવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવું. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.

 

    follow whatsapp