મિત્રના મમ્મીને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ, નોંધાઈ પોલીસ ફરિયાદ

Niket Sanghani

• 06:04 AM • 21 Mar 2023

આમદવાદ: રાજ્યમાં દુષ્કર્મની ઘટનાંઓ હવે છાસવારે સામે આવી રહી છે. ત્યારે આ દરમિયાન અમદાવાદમાં પુત્રના મિત્ર દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાલડી વિસ્તારમાં રહેતી…

gujarattak
follow google news

આમદવાદ: રાજ્યમાં દુષ્કર્મની ઘટનાંઓ હવે છાસવારે સામે આવી રહી છે. ત્યારે આ દરમિયાન અમદાવાદમાં પુત્રના મિત્ર દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાલડી વિસ્તારમાં રહેતી એક 42 વર્ષીય મહિલાએ સોમવારે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ પુત્રના મિત્ર વિરુદ્ધ નોંધાવી છે. ત્યારે ફરિયાદ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો

મહિલાએ આ રેપની ફરિયાદ તેના પુત્રના 21 વર્ષીય મિત્ર વિરુદ્ધ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે, તેના પુત્રના 21 વર્ષીય મિત્રએ લગ્નનો ખોટો વાયદો કરીને વારંવાર તેનો રેપ કર્યો હતો. જે બાદ એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના તપાસકર્તા અધિકારીઓએ જણાવ્યું કે, મહિલા સ્ટેશનરીનો વ્યવસાય કરે છે. આરોપી ઉઝેફા છીપા મહિલાના પુત્રનો મિત્ર છે અને પહેલીવાર તે મહિલાના પુત્ર સાથે દુકાને મળ્યો હતો. ત્યાર બાદ પ્રેમ સબંધ બંધાયા હતા.

લગ્નો પ્રસ્તાવ મૂક્યો
મુલાકાત થયા બાદ મહિલા અને આરોપી સંપર્કમાં આવ્યા હતા. તેઓ છેલ્લાં એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. આરોપી ઉઝેફાએ ધીરે ધીરે પાલડીમાં મહિલાના ઘરે કોઈ ન હોય તેવા સમયે મહિલાના ઘરે જવાનું શરૂ કર્યું. મુલાકાત દરમિયાન આરોપીએ મહિલાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

વિવિધ હોટલમાં જઈ શારીરિક સબંધ બાંધ્યા
પ્રેમ સબંધ બંધાય બાદ આરોપી ઉઝેફા કથિત રીતે મહિલાને એલિસબ્રીજ વિસ્તારમાં આવેલી વિવિધ હોટલોમાં લઈ ગયો હતો. ચાર મહિનામાં આ રીતે તેણે અનેકવાર મહિલા સાથે શારીરીક સંબંધ બાંધ્યા હતા.આરોપીએ એવું પણ કહ્યું હતું કે, જો તે તેના પતિને છોડીને તેની સાથે લગ્ન કરશે તો તેઓ બીજા શહેરમાં રહેવા માટે જતા રહેશે. મહિલાએ પણ તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. બાદમાં છ મહિનાથી તેઓ રિલેશનશિપમાં હતા.

આ પણ વાંચો: વલસાડમાં ખાનગી લક્ઝરીના ડ્રાઈવરને ઝોકું આવતા બસ પલટી, 2 મુસાફરોના કરુણ મોત, 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત

નોંધાવો પોલીસ ફરિયાદ
આરોપીએ મહિલા પાસેથી વિવિધ બહાને રુપિયા લેવાનું પણ શરુ કર્યુ હતુ. જ્યારે મહિલાએ તાજેતરમાં આરોપીને રુપિયા આપવાનો ઈનકાર કર્યો તો તેણે ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી અને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.જે બાદ પીડિત મહિલાએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ શરુઆતમાં આરોપીએ કોઈ જવાબ આપ્યો નહોતો. એ પછી આરોપીએ તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો.ત્યારે સમગ્ર ઘટનાની જાણ મહિલાએ પોતાના પતિ અને પુત્રને કરી હતી. અને પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદને મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે .

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp