નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં મોટી ચુક સામે આવી છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે, મુખ્યમંત્રી કેજરીવાલના ઘર નજીક એક ડ્રોન ઉડતું દેખાયું હતું. તેમનું ઘર નો ફ્લાઇંગ ઝોનમાં આવે છે. હાલ પોલીસ ડ્રોન ઉડાવનારા વ્યક્તિની તપાસમાં લાગી ગઇ છે. અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં ચુકનો વધારે એક મામલો સામે આવ્યો છે. ગત્ત વર્ષે માર્ચમાં તેમના ઘર પર કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો ત્યારે તત્કાલ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કેટલાક અસામાજિક તત્વોએ સીએમ કેજરીવાલના ઘર પર હુમલો કરીને CCTV કેમેરા અને સિક્યોરિટી બેરિયર તોડી દીધા હતા.
ADVERTISEMENT
આ ઉપરાંત ગેટ પર લાગેલા બુમ બેરિયર પણ તુટી ગયા હતા. પોલીસે આ મામલે તપાસ કરતા આશરે 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. દિલ્હી પોલીસે પહેલા જણાવ્યું હતું કે, ભાજપ યુવા મોરચાના આશરે 150-200 કાર્યકર્તાઓએ સીએમ આવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન કેજરીવાલના ધ કાશ્મીર ફાઇલ્સ મુદ્દે વિધાનસભામાં આપેલા નિવેદન વિરુદ્ધ રાખવામાં આવ્યું હતું. તેના કેટલાક કલાકો બાદ પ્રદર્શનકર્તાઓએ બેરિકેડ તોડીને સીએમ આવાસની બહાર સુધી પહોંચી ગયા હતા. તેમણે દરવાજા પર પેંટ ફેક્યું અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાઓ પણ તોડી દીદા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને 70 લોકોની અટકાયત કરી દીધી હતી.
અરવિંદ કેજરીવાલ આ વર્ષે માર્ચમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં જોડાવા માટે જયપુર ગયા હતા. તેની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. તેમ સમયે તેમણે ટ્રાફીક જામનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આપે આ મુદ્દો બનાવતા કહ્યું હતું કે, રાજસ્થાનમાં પગ પસારી રહેલી આપને કોંગ્રેસ પણ પ્રકારની તક આપવા માંગતી નથી. જો કે સુરક્ષા અને શિષ્ઠાચારની દ્રષ્ટીએ બંન્ને મુખ્ય વ્યક્તિ છે. એવામાં તેઓ જે રાજ્યમાં જાયં છે, તે રાજ્યની તંત્રની જવાબદારી હોય છે કે તેમને સુરક્ષા આપવામાં આવે. તેમના રાજધાની જયપુર પહોચવા દરમિયાન જે પ્રકારને સુરક્ષા વ્યવસ્થા હોવી જોઇએ, તેવી સુરક્ષા વ્યવસ્થા નથી કરવામાં આવી. તેની ગાડીઓના કાફલાની વચ્ચે આમ લોકોની ગાડીઓ જોવા મળી હતી.
ADVERTISEMENT
