વિધવા મહિલાઓને સરકારની મોટી ભેટ, ચપટીમાં મળી જશે સરકારી નોકરી

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સહાયકોની ભરતી અંગે ખુબ જ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાસહાયકોની ભરતી દરમિયાન વિધવા બહેનોને…

gujarattak
follow google news

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સહાયકોની ભરતી અંગે ખુબ જ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાસહાયકોની ભરતી દરમિયાન વિધવા બહેનોને 5 ટકા વધારે અપાશે. આ અંગે શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી બંન્નેએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

5 ટકા વધારે ગુણ આપવામાં આવશે
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી કે, TET-1,TET-2 પાસ કરેલી વિધવા બહેનોને વિદ્યાસહાયકની ભરતીમાં વધારાના 5 ટકા ગુણ આપવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાસહાયકનું મેરિટ તૈયાર કરવા માટે TET પરીક્ષામાં મેળવેલા 50 ટકા ગુણ અને શૈક્ષણિક લાયકાતના આધારે જ્યારે 50 ટકા ગુણ સરકાર દ્વારા આયોજીત પરીક્ષામાં મેળવેલા ગુણને આધાર બનાવીને મેરિટ તૈયાર કરવામાં આવે છે. જો કે હવે વિધવા બહેનોને તેમાં 5 ટકા ગુણ આપવામાં આવશે. મેરિટમાં તે ગુણ સીધા જ ઉમેરાશે.

જીતુ વાઘાણીએ વિધવા બહેનોને લાભ આપવા માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો
આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે, “વિધવા બહેનો પોતાનું ગુજરાન સ્વાભિમાનથી કરી શકે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે અને તે માટે હું ભુપેન્દ્ર પટેલ સહિત સમગ્ર સરકારનો આભારી છું તેવું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. જો કે આ વિદ્યાસહાયકોના મેરિટમાં આ નિર્ણય લેવાશે કે કેમ તે અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, હવે પછીની તમામ પરીક્ષાઓમાં આ નિર્ણય લેવામાં આવશે. આ મેરિટમાં આ નિર્ણય લાગુ નહી પડે. “

    follow whatsapp