અમરેલી : અમરેલી જિલ્લામાં માનવ પર સિંહ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. સાવરકુંડલાના આદસંગ ગામની સીમમાં શ્રમીક પરિવારની દીકરીને સિંહે ફાડી ખાધી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. 8 વર્ષની બાળાનું સિંહના હુમલાને કારણે મોત નિપજ્યું હતું. મજુરી કામ કરતી શ્રમિક પરિવારની દીકરીનું સિંહ હુમલામાં મોત નિપજ્યું હતું. સિંહના હુમલા બાદ મૃતકના શરીર નજીક સિંહના આંટાફેરાથી પરિજનો અને ખેડૂતો ભયભીત થઇ ગયા હતા.
ADVERTISEMENT
ઘટના અંગે માહિતી મળતા પોલીસ અને વનવિભાગ ઘટના સ્થળે
ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક ધારાસભ્ય ઉપરાંત પોલીસ અને વનવિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી હતી. વનવિભાગે સિંહને પાંઝરે પુરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. સિંહ હુમલાની ઘટતી ઘટનાઓને લઈને ખેડૂતોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સિઝન હોવાના કારણે ખેડૂતો પણ રાત્રે ખેતરમાં હોય છે.
મૃતક બાળકી મુળ મહુવાની રહેવાસી
મૃતક બાળકીના પરિવારજનો મુળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભીલડી ગામના રહેવાસી છે. આદમખોર બનેલા સિંહને પકડવા વનવિભાગે કવાયત શરૂ કરી હતી. મૃતક કિશોરીનું નામ કુંજલ વિપુલભાઈ ગુજરીયા (ઉ.વ 8) છે. સાવરકુંડલાના આદસંગમાં બાળકી પર હુમલો કરનાર આદમખોર સિંહ આખરે વનવિભાગે ઝડપી લીધો હતો. આદમખોર બનેલા સિંહને પકડવા વનવિભાગની દિલધડક કવાયત શરૂ થઈ હતી. ઢળતી સંઘ્યાએ વનવિભાગ દ્વારા રેસક્યું ઓપરેશન ધર્યું હાથ ધર્યું હતું. જે સફળ પણ રહ્યું હતું.
માનવભક્ષી સિંહને બેભાન કરી ઝડપી લેવાયો
માનવ ભક્ષી બનેલા ડાલામથ્થા સિંહને ટ્રાંગ્યુંલાઈજ કરવામાં આવ્યો હતો. સિંહને બેભાન કરીને પાંજરે પૂરતા આદસંગ વાસીઓએ અનુભવ્યો હાશકારો અનુભવ્યો હતો. વનવિભાગની એક કલાકની જહેમત બાદ માનવ ભક્ષી સિંહ પાંજરે પુર્યો હતો.
(વિથ ઇનપુટ હિરેન રવૈયા)
ADVERTISEMENT
