ઈન્શ્યોરન્સ કંપની 1200 લોકોના કરોડો રૂપિયા ચાઉ કરી ગઈ, સુરત CID ક્રાઈમે 4 ડિરેક્ટરોની કરી ધરપકડ

Yogesh Gajjar

• 05:36 AM • 19 Mar 2023

સુરત: બીલીમોરામાં વર્ષ 2010થી 2014 સુધીમાં લાઈફ ટાઈમ ગ્રુપ બનાવીને 1200 લોકો સાથે રૂપિયા 15 કરોડની છેતરપિંડી આચરાઈ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે સુરતની…

gujarattak
follow google news

સુરત: બીલીમોરામાં વર્ષ 2010થી 2014 સુધીમાં લાઈફ ટાઈમ ગ્રુપ બનાવીને 1200 લોકો સાથે રૂપિયા 15 કરોડની છેતરપિંડી આચરાઈ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે સુરતની CID ક્રાઈમે 4 આરોપીઓની નવસારી અને વલસાડમાંથી ધરપકડ કરી છે. ચારેય ડિરેક્ટરોએ ઈન્સ્યોરન્સ કંપની જેમ પોતાની કંપની ખોલીને કમિશન એજન્ટો દ્વારા લોકોને છેતર્યા હતા.

આ પણ વાંચો

શું હતો મામલો?
આરોપી નરેશ પટેલ, પ્રકાશ પટેલ, ધર્મેશ પટેલ, સંદીપ પટેલ તથા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ મુજબ તેમણે 2010થી 2014 દરમિયાન લાઈફ ટાઈમ ગ્રુપ બનાવ્યું હતું. જેમાં 16 જેટલા એજન્ટો દ્વારા અલગ અલગ લોભામણી જાહેરાતો મૂકીને 1200 લોકો પાસેથી 15 કરોડ રૂપિયાનું રોકાણ કરાવાયું હતું. આ એજન્ટો પેન્શન યોજના, ફિક્સ ડિપોઝિટ, મંથલી પ્લાન જેવી સ્કીમથી લોકોને ફસાવ્યા અને પાકતી મુદતે પૈસા આપવામાં ઠાગાઠૈયા કર્યા. જેથી રોકાણકારો દ્વારા કંપનીના ડિરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.

આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવાયા
ત્યારે સમગ્ર મામલે સુરત સીઆઈડી ક્રાઈમની ટીમે કંપનીના ચારેય ડિરેક્ટરોની ધરપકડ કરી લીધી છે. હાલમાં આરોપીને ઝડપીને કોર્ટમાંથી તેમના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે છેતરપિંડીનો ભોગ બનેલા 1200 લોકોને પોતાની રકમ ક્યારે પાછી મળશે.

    follow whatsapp