Gandhinagar News: મોતના ઓથાર હેઠળ ભણતર! વિકાસની વાતો વચ્ચે 2574 સ્કૂલ જર્જરીત, શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ?

Gandhinagar News: ગુજરાત સરકાર હેઠળ સરકારી શાળા માટે હાલ પ્રવેશોત્સવ ચાલી રહ્યા છે. એવામાં શાળાના મેનપાવરના અભાવ બાદ હવે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ સવાલો થઈ રહ્યા છે.

Gandhinagar News

Gandhinagar News

follow google news

Gandhinagar News: ગુજરાત સરકાર હેઠળ સરકારી શાળા માટે હાલ પ્રવેશોત્સવ ચાલી રહ્યા છે. એવામાં શાળાના મેનપાવરના અભાવ બાદ હવે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. એક તરફ શાળા પ્રવેશોત્સવના તાયફા ચાલી રહ્યા છે તો બીજી તરફ માસૂમ પર મોત મંડરાય રહ્યું છે. ચાલો જાણીએ કેવી રીતે...

શાળાઓની  જર્જરીત હાલત

રાજ્યના પ્રવેશોત્સવ પર સરકાર મહેનત કરી રહી છે પરંતુ તે જ શાળાઓના રિનોવેશન પર કેમ કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. મળતી માહિતી અનુસાર, રાજ્યની 2574 સ્કૂલ જર્જરીત હાલતમાં છે અને 7599 જેટલી સ્કૂલોની વાત કરવામાં આવે તો હજુ પણ ત્યાં પતરાંની છત છે. આ પ્રકારની હાલતમાં જો ત્યાં બાળકોને ભણાવવું જોખમ ભર્યું છે, ચોમાસાની સિઝનમાં જો કોઈ જગ્યાએ ભારે પવન ફૂંકાય છે અથવા પાણી ભરાય છે તો બાળકો સાથે મોટી દુર્ધટના થઈ શકે છે. શિક્ષણના ધામની આ પ્રકારની પરીસ્થિતી ખરેખર ગંભીર છે કારણ કે ચોમાસાની સિઝનમાં કાચા મકાનો અને પતરાંના છપરા ઉડતા દ્રશ્યો આપણે જોઈએ છીએ.   

Gandhinagar News: ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે સરકારે કરી મહત્વની જાહેરાત

14600 સ્કૂલોમાં એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણ

જો આંકડાઓની વાત કરવામાં આવે તો પ્રાથમિક સ્કૂલોમાં 38 હજાર કરતાં વધુ શિક્ષકોની ઘટ છે. શિક્ષણ વિભાગના સત્તાવાર આંકડા પર નજર કરવામાં આવે તો રાજ્યની 44 હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાઓ પૈકી 14600 સ્કૂલોમાં એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. 5616 સરકારી શાળાઓને વિદ્યાર્થીઓના અભાવે મર્જ કરી દેવામાં આવ્યા છે કાં તો બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યની 1606 શાળાઓ માત્ર એક શિક્ષકથી જ ચાલે છે.  

    follow whatsapp