VIDEO: સરકારી નોકરી મળી જાય એટલે શાંતિ એવું નથી માની લેવાનું, દાદાએ કરી માર્મિક ટકોર

ગાંધીનગરમાં વર્ગ 2, 3ના 1990 ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા, CMના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા

cm bhupendra patel speech

હસમુખ પટેલની કામગીરીના કર્યા વખાણ

follow google news

Latest Gandhinagar News: આજ રોજ ગાંધીનગર ખાતે વર્ગ 2 અને વર્ગ 3માં વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના હસ્તે નિમણુંક પત્રો અનેયાત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમને સંબોધન કરતા સરકારી નોકરીની ઇમેજ વિશે વાત કરી હતી. 

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે કરી માર્મિક ટકોર

સરકારી નોકરીમાં નવનિયુક્ત નિમાયેલા કર્મચારીઓને સંબોધતા મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, સરકારી નોકરી મળી જાય એટલે શાંતિ બધાને મનમાં એવું બેસી ગયું છે પરંતુ આપણે સાકરી નોકરીની આ માનસિકતાને બદલવાની છે. 

હસમુખ પટેલની કામગીરીના કર્યા વખાણ

ઉપરાંત તેમણે હસમુખ પટેલની કામગીરીના વખાણ કરતા ત્યાં હાજર નવા નિમાયેલા કર્મચારીઓને ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, આજે તેમનું નામ સાંભળતા જ તમે બધા કેમ તાળીઓ વગાડવા મંડો છો કારણ કે તે તેના કામમાં કોઈ ગરબડી ચલાવી લેતા નથી. કામ થઈ જવું જરૂરી નથી, પણ કોઈનું કામ નહિ થાય તો તેને સ્પષ્ટતા આપવી જરૂરી છે. પ્રધાનમંત્રીના સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે આગળ વધવા ગુજરાત લીડ લેશે.

સૌથી વધારે હોંશિયાર તલાટી હોય છે: CM 

આ ઉપરાંત તેમણે કહ્યું, મુશ્કેલીઓ વધારવી કે ઘટાડવી એ પોતાના હાથમાં છે. કોઈ સારું કામ કરતું હોય એને પણ અટકાવવાનો પ્રયાસ થતો હોય છે. એક વ્યક્તિથી કેટલો બદલાવ આવી શકે એ પ્રધાનમંત્રીએ બતાવ્યું છે. ભારત માટે જે ધારણા હતી તે ધારણા વિશ્વના ફલક પર બદલાવી છે. તલાટીના પાવર વિશે જાણીએ છીએ, સૌથી વધારે હોંશિયાર તલાટી હોય છે. 

 

 

    follow whatsapp