National Awards: નેશનલ એવોર્ડ જીતનાર આ સેલેબ્સને મળશે મોટી રકમ, લિસ્ટમાં જુઓ કોને કેટલા રૂપિયા મળશે?

National Awards Winner Prize Money: તાજેતરમાં શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતા (National Awards Winner) ના નામની જાહેરાત કરવામાં આવી છે.

 નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનારને મળશે મોટી રકમ

National Awards Winner

follow google news

National Awards Winner Prize Money: તાજેતરમાં શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતા (National Awards Winner) ના નામની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી જે સેલેબ્સના નામની જાહેરાત કરવામાં આવી છે તેઓને ઓક્ટોબરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. બહુ ઓછા લોકો જાણે છે કે જે લોકોને આ એવોર્ડ મળે છે, તેમને રોકડ રકમ  પણ આપવામાં આવે છે. 

એવોર્ડ્સની સાથે કેટલી મળે છે પ્રાઈઝ મની?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશનો સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ દાદાસાહેબ ફાળકે (Dadasaheb Phalke Award)ને 15 લાખ રૂપિયાની રકમ સાથે આપવામાં આવે છે. ત્યારબાદ સ્વર્ણ કમલ (Swarna Kamal or golden lotus) આવે છે, આ એવોર્ડની સાથે 3 લાખ રૂપિયાની રોકડ પણ આપવામાં આવે છે. જ્યારે રજત કમલ (Rajat Kamal) વિજેતાને અન્ય ઘણી કેટેગરીમાં 2 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે. ચાલો જાણીએ કે આ પુરસ્કારો મેળવનારાઓની યાદીમાં કોણ કોણ છે?

સ્વર્ણ કમલ (Swarna Kamal) પુરસ્કારથી સન્માનિત વિજેતાઓની યાદી, જેમને એવોર્ડની સાથે 3 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.

1. બેસ્ટ ફિલ્મ- અટ્ટમ (Aattam) (ડાયરેક્ટર- આનંદ એકર્ષી અને પ્રોડ્યૂસર- અજિત જોય)
2. સૌથી વધારે મનોરંજક ફિલ્મ- કંતારા (પ્રોડ્યૂસર વિજય કિરાગંદુર અને ડાયરેક્ટર- ઋષભ શેટ્ટી)
3. ડાયરેક્ટરની પહેલી બેસ્ટ ફિલ્મ-  ફૌજા (ડાયરેક્ટર- પ્રમોદ કુમાર)
4. બેસ્ટ ડાયરેક્ટર- ઊંચાઈ (નિર્દેશક- સૂરજ બડજાત્યા)
5. AVGC (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક)માં બેસ્ટ ફિલ્મ- બ્રહ્માસ્ત્ર - ભાગ 1: શિવ - (પ્રોડક્શન હાઉસ - ધર્મ પ્રોડક્શન્સ, પ્રાઈમ ફોકસ, સ્ટારલાઇટ પિક્ચર્સ; ડિરેક્ટર - અયાન મુખર્જી)


રજત કમલ પુરસ્કારથી સન્માનિત વિજેતાની યાદી, જેમને એવોર્ડની સાથે 2 લાખ રૂપિયા રોકડા આપવામાં આવશે. 

1. બેસ્ટ એક્ટર - ઋષભ શેટ્ટી (કંતારા)
2. બેસ્ટ એક્ટ્રેસ- નિત્યા મેનન તિરુચિત્રંબલમ (તમિલ) અને માનસી પારેખ કચ્છ એક્સપ્રેસ (ગુજરાતી).
3. બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- પવન રાજ મલ્હોત્રા ફૌજા (હરિયાણવી)
4. બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ - નીના ગુપ્તા (ઊંચાઈ)
5. બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- અરિજિત સિંહ બ્રહ્માસ્ત્ર-ભાગ 1માં કેસરિયા ગીત માટે.


મનોજ બાજપેયી અને મ્યૂઝિક ડાયરેક્ટર સંજય સલીલ ચૌધરીને તેમના વિશેષ ઉલ્લેખ માટે પ્રમાણપત્રો આપવામાં આવશે, પરંતુ કોઈ રોકડ પુરસ્કાર આપવામાં નહીં આવે. અભિનેતા મનોજ બાજપેયીને ગુલમોહર (હિન્દી) ફિલ્મમાં તેમના કામ માટે સન્માનિત કરવામાં આવશે, જ્યારે સંજય સલિલ ચૌધરીને કાધિકન (મલયાલમ)માં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવશે.
 

    follow whatsapp