Gujarat Election Results: ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ રૂપાલાએ રેકોર્ડ તોડ્યો, ધાનાણી સામે મેળવી જંગી બહુમતી

Gujarat Election Results 2024 Updates: લોકસભામાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ક્ષત્રિય આંદોલનને લઈને ચર્ચામાં રહેલી બેઠક એટલે રાજકોટ લોકસભા. આ બેઠક પરના પરિણામ ચોંકાવનારા છે કારણ કે ક્ષત્રિયના ભારે વિરોધ વચ્ચે પણ રાજકોટમાં ભાજપે જીત મેળવી છે અને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

Gujarat Election Results

Gujarat Election Results

follow google news

Gujarat Election Results 2024 Updates: લોકસભામાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ક્ષત્રિય આંદોલનને લઈને ચર્ચામાં રહેલી બેઠક એટલે રાજકોટ લોકસભા. આ બેઠક પરના પરિણામ ચોંકાવનારા છે કારણ કે ક્ષત્રિયના ભારે વિરોધ વચ્ચે પણ રાજકોટમાં ભાજપે જીત મેળવી છે અને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ લગભગ 4 લાખની લીડથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને હરાવ્યા છે. 

નિવેદનથી સર્જાયો હતો વિવાદ

આપને જણાવી દઈએ કે, રૂપાલાના નિવેદનથી ભારે વિવાદ સર્જાયો હતો. આખો ક્ષત્રિય સમાજ તેમની વિરોધમાં થઈ ગયો હતો. ઠેર-ઠેર આંદોલન વચ્ચે ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. જોકે, ટિકિટ રદ ન થતાં ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી થઈ ગયો હતો અને ભાજપ વિરુધ્ધમાં મતદાન કરવાની અપીલ કરી હતી. છતાં પરસોત્તમ રૂપાલાનો વિજય થયો છે. 
 


રાજકોટ બેઠક શા માટે મહત્વ ધરાવે છે?

સૌરાષ્ટ્રમાં આવેલું રાજકોટ એ ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, અહીંની વસ્તી 27,21,136 છે, જેમાંથી 35.11% ગ્રામીણ અને 64.89% શહેરી વસ્તી છે. અનુસૂચિત જાતિની વસ્તી 7.05% છે. 2018ની મતદાર યાદી અનુસાર અહીં કુલ મતદારોની સંખ્યા 18,34,412 છે. રાજકોટ જિલ્લામાં લગભગ 10 ટકા મુસ્લિમ વસ્તી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીલક્ષી રાજકીય સફર રાજકોટથી શરૂ થઈ હતી, જ્યારે 2001માં મુખ્યમંત્રી પદની જવાબદારી મળ્યા બાદ તેઓ રાજકોટ બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા.

1962માં પહેલીવાર યોજાઈ હતી ચૂંટણી

રાજકોટ લોકસભા બેઠક માટે 1962માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને તેમાં કોંગ્રેસનો વિજય થયો હતો. નવલશંકર કોંગ્રેસની ટિકિટ પર અહીંથી પહેલી ચૂંટણી જીત્યા હતા. પટેલ મતો આ વિસ્તારમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. બહુમતી કડવા પટેલોની છે. આ ઉપરાંત અહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, કોળી અને બનીયા મતો પણ મોટા પ્રમાણમાં છે.ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્વેલરીનો વેપાર કરતા વેપારીઓ છે. આ વિસ્તારમાં જ્વેલરીનું કામ મોટા પાયે થાય છે. આ કારણે રાજકોટને પશ્ચિમ ભારતનું જ્વેલ સ્ટેટ પણ કહેવામાં આવે છે. રાજકોટ લોકસભા હેઠળ ટંકારા, રાજકોટ પશ્ચિમ, જસદણ, વાંકાનેર, રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકો છે.

2014નો જનાદેશ

- ભાજપના મોહન કુંડારિયા 7,58,645 મતોથી જીત્યા.
- કોંગ્રેસના કગથરા લલિતભાઈને 3,90,238 મત મળ્યા હતા.
- 18,318 મતદારોએ NOTAને મત આપ્યો

2014નો જનાદેશ


- મોહનભાઈ કુંડારિયા, ભાજપ – 5,08,437 મત (58.8%)
- કુંવરજીભાઈ બાવળિયા, કોંગ્રેસ – 3,75,096 (35.5%)

    follow whatsapp