ભાજપ ઉમેદવાર ચૂંટણી હારી જતાં એક બાદ એક 5 સમર્થકોના આપઘાત, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા નેતાજી

Pankaja Munde: લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા પંકજા મુંડે (Pankaja Munde)ની હાર બાદ તેમના સમર્થકોને મોટો ઝટકો લાગ્યો છે. અત્યાર સુધીમાં એક બાદ એક તેમના 5 સમર્થકોએ આપઘાત કરી લીધા છે.

નેતાજી હારી જતાં 5 સમર્થકોએ ટૂંકાવ્યું જીવન

Pankaja Munde

follow google news

Pankaja Munde: લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા પંકજા મુંડે   (Pankaja Munde)ની હાર બાદ તેમના સમર્થકોને મોટો ઝટકો લાગ્યો છે. અત્યાર સુધીમાં એક બાદ એક તેમના 5 સમર્થકોએ આપઘાત કરી લીધા છે. રવિવારે રાતે એક યુવક સંદીપ શિરસાટે પણ આપઘાત કરી લીધો. પંકજા મુંડેએ સોમવારે આપઘાત કરનાર યુવકના પરિવાર સાથે મુલાકાત કરી. આ દરમિયાન પંકજા મુંડે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા.

5 સમર્થકોએ કર્યા આપઘાત 

અત્યાર સુધીમાં પંકજા મુંડેના 5 સમર્થકોએ આપઘાત કરી લીધા છે. પંકજા મુંડે કાર્યકર્તાઓને આપઘાત ન કરવાની અપીલ કરી રહ્યા છે. સમર્થકોના આપઘાત બાદ તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા છે. પંકજા મુંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, 'જીવનથી હાર ન માનો. મારા માટે મારા કાર્યકરો મારી હિંમત છે. મહેરબાની કરીને આવા પગલા ન ભરો. તમારા બાળકો અને પરિવારનું તો વિચારો.'  

પંકજા મુંડેએ શું કરી અપીલ?

પંકજા મુંડેએ કાર્યકરોને અપીલ કરી કે 'હું ખૂબ બહાદુર વ્યક્તિ છું. હું હારથી ક્યારેય ડરતી નથી. પરંતુ આનાથી (આત્મહત્યા કરી રહેલા સમર્થકો) મને ખૂબ જ આઘાત થયો છે અને હું ખુદને દોષિત અનુભવું છું કે લોકો પોતાના જીવ આપી રહ્યા છે. હું તમને એક તક આપીશ. હું તમારા સોંગંધ ખાવ છું. રાજકારણમાં હાર-જીત તો ચાલું જ રહે છે. લોકોમાં હીન ભાવના પેદા થઈ રહી છે.'

ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા

તેમણે કહ્યું કે, 'સમર્થકોના આપઘાતથી હું આઘાતમાં છું. હું ખુદને દોષિત માની રહી છું. તમે એવા નેતા ઈચ્છો છો કે જેઓ બહાદુરીથી લડે. મારે પણ એવા કાર્યકર્તા જોઈએ છે જેઓ બહાદુરીથી લડે. કોઈપણ નેતાને આટલો પણ પ્રેમ ન કરવો જોઈએ કે તેમના માટે પોતાનો જીવ આપવો પડે. હું હારથી નથી થાકતી પણ આવી ઘટના મને હચમચાવી નાખે છે.આ શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં પંકજા મુંડે રડવા લાગ્યા.' 


 

    follow whatsapp