GUJCET Topper Harsh Dhruv: મહેનતનું ફળ, ગુજકેટમાં ટોપ : અમદાવાદના હર્ષ ધ્રુવે 120માંથી 120 માર્ક્સ મેળવ્યા

Gujarat Tak

09 May 2024 (अपडेटेड: May 9 2024 5:47 PM)

GUJCET Topper 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ અને ગુજકેટ-2024ની પરીક્ષાના પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યા છે.

GUJCET Result 2024

અમદાવાદના હર્ષે પરિવારનો 'હર્ષ' વધાર્યો

follow google news

GUJCET Topper 2024:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ અને ગુજકેટ-2024ની પરીક્ષાના પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે, તો સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. 

આ પણ વાંચો

હર્ષ ધ્રુવે માતા-પિતાનું નામ રોશન કર્યું

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આ વખતે છોકરીઓ સામે છોકરાઓએ બાજી મારી છે. અમદાવાદની HB કાપડિયા સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી હર્ષ ધ્રુવ (Harsh Dhruv)એ ગુજકેટની પરીક્ષામાં 120માંથી 120 માર્ક્સ મેળવ્યા છે. હર્ષ ધ્રુવના પરિણામથી પરિવારજનો ખુશ-ખુશ થઈ ગયા છે. 

 
ગુજકેટની પરીક્ષામાં મેળવ્યા 120માંથી 120 માર્ક્સ

અમદાવાદના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી હર્ષ ધ્રુવને ધોરણ 12 સાયન્સમાં 95.02 ટકા આવ્યા છે. તો તેણે ગુજકેટની પરીક્ષામાં ટોપ કર્યું છે. તેણે ગુજકેટમાં 120માંથી 120 માર્ક્સ મેળવ્યા છે. તેણે JEEની પરીક્ષા પણ પાસ કરી છે. જેમાં તેણે ઓલ ઇન્ડિયા 2500મો રેન્ક મેળવ્યો છે.  

મારે IITમાં અભ્યાસ કરવો છેઃ હર્ષ ધ્રુવ 

મીડિયા સાથેની વાતચીતમાં હર્ષ ધ્રુવે જણાવ્યું કે, મારી માતા એનવાયરમેન્ટ લેબમાં કામ કરે છે અને પિતા ખાનગી કંપનીમાં જોબ કરે છે. હું દરરોજ 8થી 10 કલાક અભ્યસા કરતો હતો. મારે હવે IIT મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવો છે.

    follow whatsapp