Big Breaking: ધો. 12નું પરિણામ આવતીકાલે થશે જાહેર, જાણો કેવી રીતે જોઈ શકાશે

Gujarat Tak

08 May 2024 (अपडेटेड: May 8 2024 7:17 PM)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની પરીક્ષાના પરિણામની વાલીઓ અને વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવા હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ધો.12 સાયન્સ અને ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 9 વાગ્યે (Gujarat board result date & time) જાહેર થશે. 

Board Exam Result

ધો. 12 ના પરિણામને લઈને સૌથી મોટા સમાચાર

follow google news

Gujarat board result updates:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની પરીક્ષાના પરિણામની વાલીઓ અને વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવા હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ધો.12 સાયન્સ અને ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 9 વાગ્યે (Gujarat board result date & time) જાહેર થશે. 

આ પણ વાંચો

કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા?

વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જોઈ શકશે. જો પરીક્ષાર્થીની વાત કરવામાં આવે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખથી વધુ તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અગાઉ એવી અટકળો ચાલતી હતી જેની વચ્ચે હવે લોકસભાની ચૂંટણી બાદ આવતીકાલે પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી છે. બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબરના આધારે વિદ્યાર્થીઓ પરિણામને સરળતાથી જોઈ શકશે. જોકે, માર્કશીટની વાત કરવામાં આવે તો તે એક દિવસ જાહેર કરવામાં આવશે. 

કેવી રીતે ચેક કરવું બોર્ડનું પરિણામ?

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12મા બોર્ડનું પરિણામ ચેક કરવા વિધાર્થીઓની સરળતા માટે બે સુવિધાઓ તૈયાર કરી છે. ઓફિશિયલ વેબસાઈટ (જે ઓવરલોડને કારણે ક્રેશ થઈ શકે છે અને પરિણામ જોવાની પ્રક્રિયાને અસર કરી શકે છે) તેના પર ભારણ ઘટાડવા માટે પરિણામો તપાસવા માટે વિવિધ પદ્ધતિઓ સેવાઓ વિકસવામાં આવી છે. જે તમામ પદ્ધતિઓ નીચે મુજબ છે.

1. સત્તાવાર વેબસાઇટ (gseb.org) દ્વારા જાણકારી
2. WhatsApp દ્વારા સરળતાથી મેળવો પરિણામ

1. સત્તાવાર વેબસાઇટ (gseb.org) દ્વારા જાણકારી

  • સૌપ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ (gseb.org) ઓપન કરો 
  • અહીં તેના હોમ પેજ પર તમને પરિણામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે અહીં સીટ નંબર અને અન્ય જરૂરી વિગત  ભરો
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો
  • આટલું કર્યા બાદ જ તમને તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળી શકે છે

2. ધોરણ 12 નું રિઝલ્ટ WhatsApp દ્વારા ચેક કરવું

    follow whatsapp