Gujarat Board HSC Result 2024: ધો.12નું પરિણામ જાહેર, અહીંથી ફટાફટ જોઈ લો તમારું રિઝલ્ટ

Gujarat Tak

09 May 2024 (अपडेटेड: May 9 2024 9:28 AM)

Gujarat Board HSC Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે.

Gujarat Board HSC Result 2024

ધો.12નું પરિણામ જાહેર

follow google news

Gujarat Board HSC Result 2024:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. આ સાથે આજે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. 

આ પણ વાંચો

કેટલા ટકા આવ્યું પરિણામ?

આ વર્ષે ધારણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી બન્યો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. બોડેલીમાં 47.98 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે લીમખેડામાં સૌથી ઓછું 22 ટકા પરિણામ હતું.

વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાએ મારી બાજી

સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાએ મારી બાજી

જૂનાગઢ જિલ્લાનું સૌછી ઓછું પરિણામ 

માર્ચ 2024માં કુલ 502 કેન્દ્રો પર સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી.  આ પરીક્ષામાં 3,79,759 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 3,78,269 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 3,47,738 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 ટકા આવ્યું છે.  


આ રીતે ચેક કરો રિઝલ્ટ 

- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
- વેબસાઈટ પર GSEB HSC Result 2024 લિંક પર ક્લિક કરો.
- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
- તે પછી Submit બટન પર ક્લિક કરો.
- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.


વોટ્સએપથી આ રીતે ચેક કરો પરિણામ

- તમારા ફોનમાં ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ whatsapp નંબર 6357300971 સેવ કરો.
- હવે આ નંબર પર whatsapp કરો.સૌ પ્રથમ Hii લખીને મોકલો
- હવે અહીં તેમના દ્વારા તમને જવાબ મળશે તે માહિતી પ્રમાણે આગળ વધો.
- તમારો બોર્ડનો સીટ નંબર અહીં દાખલ કરવા માટે કહેશે, જે દાખલ કરો 
- ત્યારબાદ તમને GSEB 10 માં પરિણામ ધરાવતો એક બીજો મેસેજ મળશે.
- આ રીતે તમે તમારું પરિણામ whatsapp દ્વારા મેળવી શકો છો 

    follow whatsapp