GSEB 10th Supplementary Examination: ધો. 10ના વિદ્યાર્થીઓ આ તારીખ ખાસ નોંધી લો, પૂરક પરીક્ષાના ફોર્મને લઈ મોટી અપડેટ

GSEB SSC Purak Pariksha 2024: રાજ્યમાં આ વર્ષે ધોરણ 10ના પરિણામે છેલ્લા 30 વર્ષના તમામ રેકોર્ડ તોડયા છે અને ખૂબ સારું પરિણામ આવ્યું છે. એવામાં નાપાસ થયેલા વિધાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Supplementary Examination

પૂરક પરીક્ષાનું ફોર્મ કેવી રીતે ભરવું?

follow google news

GSEB SSC Purak Pariksha 2024: રાજ્યમાં આ વર્ષે ધોરણ 10ના પરિણામે છેલ્લા 30 વર્ષના તમામ રેકોર્ડ તોડયા છે અને ખૂબ સારું પરિણામ આવ્યું છે. એવામાં નાપાસ થયેલા વિધાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં જૂલાઈમાં શરૂ થનારી ધોરણ 10ની પૂરક પરીક્ષાના ફોર્મ આજથી ભરવાના શરૂ થઈ ગયા છે.  ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જે પૂરક પરીક્ષા આપવા માંગે છે તેઓ 22 મેના સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તમે બોર્ડની વેબસાઇટ પરથી પૂરક પરીક્ષાનું ફૉર્મ ભરી શકો છો. સાથે જ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરી શકે છે. ફૉર્મ બાબતે એક મહત્વપૂર્ણ બાબત એ કે, વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી માફ કરી દેવાય છે.

ધોરણ 10 પૂરક પરીક્ષા માટે ફી કેટલી હશે ?

જે વિદ્યાર્થી ધોરણ 10 માં ત્રણ વિષય સુધીમાં નાપાસ થયા છે તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરેલ છે. જેમાં જે વિધાર્થી એક વિષયમાં નપાસ હશે તો 145 રૂપિયા બે વિષયમાં નાપાસો તો 235 અને ત્રણ વિષયમાં નપાસ હશે તો 265 રૂપિયા ફી ભરવી પડશે. 

આ પણ વાંચો:- GSEB 10th Result 2024 Topper: માત્ર ચાર જ દિવસ પહેલા હીરએ કર્યું ટોપ, આજ દુનિયાને કહ્યું અલવિદા

ફોર્મ કેવી રીતે ભરવું?

ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 માટે તમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નીચે આપેલ વેબસાઈટ પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો

ઉમેદવારોએ બોર્ડની વેબસાઈટ https://www.gsebeservice.com ઓનલાઈન અરજી કરવાની રહેશે

1  GSEB ની અધિકૃત વેબસાઇટ –  gseb.org ની મુલાકાત લો .
2  હોમ પેજ પર “Gujarat SSC Purak Pariksha માટે https://sscpurakreg.gseb.org/ આ લિંક મળશે.
3  “GSEB SSC Purak Pariksha અરજી ફોર્મ 2024” ને PDF ફાઇલ તરીકે ખોલવા માટે લિંક પર ક્લિક કરો.
4  ઉમેદવારોએ GSBE SSC પૂરક અરજી ફોર્મ 2024 ડાઉનલોડ કરીને ભરીને સબમિટ કરવાની જરૂર છે.
5  વધુ સંદર્ભ માટે સબમિટ કરેલ અરજી ફોર્મ 2024 પ્રિન્ટ કરો.

ધોરણ 10માં આ વર્ષે કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા 

ગુજરાત બોર્ડ અનુસાર રાજ્યમાં ધોરણ 10 પરિણામ માટે 706370 નિયમિત પરીક્ષાઓ નોંધાયા હતા, જેમાથી 699598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમા પરીક્ષા આપનાર 577556 વિદ્યાર્થીઓ પાસ છે. આમ ધોરણ 10ની પરીક્ષા આપનાર નિયમિત વિદ્યાર્થીઓ 122042 નાપાસ થયા છે. જો રજિસ્ટર્ડ 165984 રિપીટર વિદ્યાર્થી માથી 160451 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમા 78715 પાસ થાય છે.
 

    follow whatsapp