Bank Of Baroda Bharti: બેંક ઓફ બરોડામાં ભરતી પ્રક્રિયા શરૂ, જુઓ પગારથી માંડીને તમામ જાણકારી

Gujarat Tak

06 May 2024 (अपडेटेड: May 6 2024 1:58 PM)

Bank of Baroda Recruitment 2024: બેંકમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. જો તમારી પાસે પણ આ પોસ્ટ્સ સંબંધિત યોગ્યતાઓ છે, તો તમારા માટે આ એક સારી તક છે.

Bank of Baroda Recruitment 2024

અરજીની છેલ્લી તારીખ શું છે?

follow google news

Bank of Baroda Recruitment 2024: બેંકમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. જો તમારી પાસે પણ આ પોસ્ટ્સ સંબંધિત યોગ્યતાઓ છે, તો તમારા માટે આ એક સારી તક છે. બેંક ઓફ બરોડાએ BC સુપરવાઈઝરની પદ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ પર નોકરી મેળવવામાં રસ ધરાવતો હોય તે અધિકૃત વેબસાઇટ bankofbaroda.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ માટે બેંકે અરજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો

અરજીની છેલ્લી તારીખ શું છે?

બેંક ઓફ બરોડાની આ ભરતી અંતર્ગત અનેક જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ આ પદો માટે અરજી કરવા માંગો છો, તો તમે 10 મે પહેલા અરજી કરી શકો છો. કોઈપણ ઉમેદવાર કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તો નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચો.

કેટલી વય મર્યાદા છે?

જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માગે છે, તેમની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 65 વર્ષ હોવી જોઈએ.

લાયકાત શું હોવી જોઈએ?

ઉમેદવારોની લાયકાત વિશે વાત કરવામાં આવે તો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર જ્ઞાન સાથે સ્નાતક હોવા જોઈએ.

અહીથી અરજી કરો:- https://www.bankofbaroda.in/career/current-opportunities/appointment-of-bc-supervisor-on-contract-basis-10-05

સિલેક્શન પ્રક્રિયા શું રહેશે?

બેંક ઓફ બરોડામાં આ જગ્યાઓ માટે અરજી કરનાર તમામ ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

પગાર કેટલો આપવામાં આવશે?

સત્તાવાર સૂચના અનુસાર, આ પદો માટે પસંદ કરાયેલા કોઈપણ ઉમેદવારને 25,000 રૂપિયાનો માસિક પગાર ચૂકવવામાં આવશે.
 

    follow whatsapp