સુરતઃ સુરતમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂર માનસિકતા ધરાવનાર શખ્સો દ્વારા નાના ગલૂડિયાઓને અજ્ઞાત સ્થળે જઈને મુકી આવવાની ઘટના બની છે. જેમાં પોલીસે ફરિયાદ નોંધી ગલૂડિયાઓ પૈકીના 2ને શોધી પાડ્યા છે. આ ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના આક્ષેપો થયા હતા આખરે મેનકા ગાંધી સુધી વાત પહોંચી હતી અને મામલામાં ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
ST ની બસના ભાડામાં રૂ. 1થી 6 સુધીનો વધારોઃ પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ્સને મબલખ કમાણી-ST પર આર્થિક ભારણ
માતાના મૃત્યુ પછી ગલૂડિયાઓને દંપતિએ સાચવ્યા
સુરતના અલથાણ પોલીસ મથકમાં એક આશ્ચર્યજનક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અલથાણના સાંઈ કેજી ફ્લેટ વિસ્તારમાંથી ભેદી સંજોગોમાં ગુમ થયેલાં ત્રણ ગલૂડિયાંને અજ્ઞાત સ્થળે છોડી આવનાર સ્થાનિક દુકાનદાર અને તેમને ત્યાં નોકરી કરતી મહિલા વિરુદ્ધ એનિમલ ક્રુઆલિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. ગલૂડિયાંને જન્મ આપ્યા બાદ તેની માતાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ત્યારે ત્રણેય ગલૂડિયાંને ડોગ લવર દંપતી સાર-સંભાળ રાખી રહ્યું હતું. પોલીસ ફરિયાદ ન લેતાં આખરે દંપતીએ મેનકા ગાંધી સુધી વાત પહોંચાડી હતી. જેથી મેનકા ગાંધીને આ અંગે ફરિયાદ લેવા ફોન કરવો પડ્યો હતો, ત્યારે ડોગ લવર દંપતીની જીદ આગળ અલથાણ પોલીસને નમવું પડ્યું હતું અને ફરિયાદ લેવી પડી હતી. પોલીસે બે ગલૂડિયાંને શોધી કાઢ્યાં છે, જ્યારે એકની શોધખોળ ચાલુ છે.
ADVERTISEMENT
