Surat ના કીર્તિ ભુવાજીનો 'કાંડ', યુવતી સાથે પ્રેમનું નાટક કરી ઈજ્જત લૂંટી, પોલીસે કરી અટકાયત

Gujarat Tak

• 05:49 PM • 23 Mar 2024

Surat Crime News: સુરતથી એક અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક તાંત્રિકની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

Surat Crime News

કીર્તિ ભુવાએ એક યુવતી પર દુષ્કર્મ આચર્યું

follow google news

Surat Crime News: સુરતથી એક અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક તાંત્રિકની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મળતી જાણકારી અનુસાર, આ તાંત્રિકે યુવતી સાથે પ્રેમનું નાટક કરીને દુષ્કર્મ આચર્યું હતું. કતારગામ પોલીસે ફરિયાદના આધારે તાંત્રિક કીર્તિ ભુવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો

કીર્તિ ભુવાએ એક યુવતી પર દુષ્કર્મ આચર્યું

પ્રાથમિક માહિતી અનુસાર, કતારગામમાં કીર્તિ તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. કીર્તીએ યુવતીને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યો હોવાનું કહેવામાં આવ્યું છે.  ફરિયાદના આધારે હાલ કીર્તિ માંડવીયાની કતાર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

ભૂવાજીએ પ્રેમનું નાટક કરી યુવતીને ફસાવી

જે રીતે જાણકારી મળી રહી છે તે પ્રમાણે, કીર્તિ માંડવીયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જેમની ધૂણતા હોય તેવી તેમજ સિગારેટ સાથે અનેક રિલ્સ અને ફોટો પણ ઈન્સ્ટાગ્રામમાં જોવા મળી રહ્યા છે. તેમણે 'આદેશ' નામથી એક ટેટૂ પણ બનાવેલો છે. તેમજ તેની મોટા ભાગની રિલ્સમાં આદેશ શબ્દનો ઉલ્લેખ કરાયેલો છે. ઉલ્લેખનીય છે સૂરજ ભૂવા જેવા જ ફરી એક તાંત્રિક વીધિ સાથે સંકળાયેલા ભૂવાનો કાંડ બહાર આવતા લોકોમાં ચર્ચાનો એક મુદ્દો બની ગયો છે.
 

    follow whatsapp