Gift City માં દારૂની છુટ આપવાનો મુદ્દો પહોંચ્યો હાઇકોર્ટ, શું ફરી થશે નિયમોમાં ફેરફાર!

દારૂ પર પ્રતિબંધ ન હોય તેવા રાજ્યોમાં ગુનાનો દર વધારે

Gift City Liquor Permission

સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો

follow google news

Gift City Liquor Permission: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે દારૂબંધીના કાયદાને હળવા કરવાના પડકારતી એક PIL હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. 

સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો

એક સામાજિક કાર્યકર દ્વારા 22 ડિસેમ્બર 2023ના રોજ નાર્કોટિક્સ અને એક્સાઈઝના નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનને રદ કરવાની માંગ કરી છે. આ નોટિફિકેશન દ્વારા ગિફ્ટ સિટી ખાતે કર્મચારીઓ અને મુલાકાતીઓને ગુજરાત પ્રોહિબિશન એક્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. 

દારૂ પર પ્રતિબંધ ન હોય તેવા રાજ્યોમાં ગુનાનો દર વધારે

એડવોકેટ પ્રશાંત ચાવડા મારફત દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં દલીલ કરવામાં આવી છે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા દર્શાવે છે કે દારૂ પર પ્રતિબંધ ન હોય તેવા રાજ્યોમાં ગુનાનો દર વધારે છે. દારૂના સેવન પર પ્રતિબંધ હોય તેવા રાજ્યોની તુલનામાં નશામાં ડ્રાઇવિંગ અને અકસ્માતોની વધુ ઘટનાઓ નોંધવામાં આવી છે અને બળાત્કાર સહિત મહિલાઓ સામેના ગુનાના વધુ કેસ નોંધાયા છે.

સરકારના નિર્ણયનો શ્રીમંત લોકોને ફાયદો કરાવવાનો

પિટિશનમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગિફ્ટ સિટીમાં પ્રતિબંધના કાયદાને હળવા કરવાના સરકારના નિર્ણયનો હેતુ શ્રીમંત અને પ્રભાવશાળી લોકોને ફાયદો કરાવવાનો છે. તેનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં મિલકતના માલિકો માટે રિયલ એસ્ટેટની ડિમાન્ડ વધારવાનો છે. ગિફ્ટ સિટીમાં સામાન્ય લોકોનું કોઈ હિત નથી, પરંતુ માત્ર મોટા રાજકીય પ્રભાવશાળી વ્યક્તિઓ છે જેમને ગિફ્ટ સિટીમાં રસ છે.

    follow whatsapp