દુઃખદઃ કામનો સ્ટ્રેસ કે પારિવારિક કારણ? અમદાવાદમાં નવી CP કચેરીમાં પોલીસકર્મીએ ગોળીમારી જિંદગી ટૂંકાવી

Ahmedabad News: એક તરફ દેશમાં શૌર્ય, સમર્પણ અને સાહસના પાવન પર્વ 'સ્વતંત્રતા દિવસ'ની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત

Ahmedabad News

follow google news

Ahmedabad News: એક તરફ દેશમાં શૌર્ય, સમર્પણ અને સાહસના પાવન પર્વ 'સ્વતંત્રતા દિવસ'ની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ઈન્સાસ રાયફલથી ગોળી મારીને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસકર્મીના આપઘાતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાત

મળતી માહિતી અનુસાર, અમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી જીતેન્દ્ર વાઝાએ ગત મોડીરાત્રે નવી પોલીસ કમિશનર કચેરીમાં ઈન્સાસ રાયફલથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

બે દિવસ પહેલા જ અપાઈ હતી રાયફલ

આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક  પોલીસ કોન્સ્ટેબલ જિતેન્દ્ર વાઝાને બે દિવસ પહેલા જ નવી પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ પર મુકાયા હતા. એટલું જ નહીં તેમને બે દિવસ પહેલા જ દિવસ પહેલા જ રાયફલ અને 20 જેટલા કારતૂસ આપ્યા હતા

પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ

હજુ સુધી તેમણે આપઘાત કેમ કર્યો તેનું કારણ જાણવા મળ્યું નથી. આ અંગે પોલીસની ટીમ મૃતકના પરિવારનોની પૂછપરછ કરી રહી છે. શહેર પોલીસ કમિશરે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે, સાથે જ તેઓએ પોલીસ કોન્સ્ટેબલ જિતેન્દ્ર વાઝાના પરિવારને સાંત્વના પાઠવી છે. 

    follow whatsapp