સુરતમાં 12 વર્ષના તરુણનું લિફ્ટમાં મૃત્યુ, અચાનક બંધ થયો દરવાજો અને છૂંદાઈ ગયું માથું

Surat Crime News: સુરતમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એપાર્ટમેન્ટની લિફ્ટમાં માથુ ફસાઈ જતાં 12 વર્ષીય તરુણનું કરૂણ મૃત્યુ નિપજતાં પરિવારમાં માતમ છવાયો છે.

કાળજું કંપાવે તેવી ઘટના

Surat Crime News

follow google news

Surat Crime News: સુરતમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એપાર્ટમેન્ટની લિફ્ટમાં માથુ ફસાઈ જતાં 12 વર્ષીય તરુણનું કરૂણ મૃત્યુ નિપજતાં પરિવારમાં માતમ છવાયો છે.

ઓરિસ્સાથી સુરત આવ્યો હતો રાકેશ

મળતી માહિતી અનુસાર, મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને હાલ સુરતના વેડ રોડ ખાતે આવેલા રહેમત નગરમાં રહેતા અને સંચા ખાતામાં નોકરી કરતા રામચંદ્ર શાહુનો દીકરો રાકેશ (ઉં.વ 12) વતનમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો.  જોકે, હાલ વેકેશન હોવાથી 1 મહિના પહેલા રજા માણવા ઓરિસ્સાથી પિતા પાસે સુરત આવ્યો હતો. 

લિફ્ટમાં ફસાઈ ગયું માથું

રાકેશ શાહુ સુરતના અમરદીપ એપાર્ટમેન્ટ ખાતે રહેતા તેના સંબંધી ઘરે ગયો હતો. જ્યાં સંબંધીના દિકરા સાથે રાકેશ નીચે કંપાઉન્ડમાં રમી રહ્યો હતો. આ દરમિયાન સાંજના સમયે અમરદીપ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં 7માં માળે જઈ રહ્યો હતો. ત્યારે લિફ્ટમાં તેનું માથુ ફસાઈ ગયું હતું. 

પરિવારમાં છવાયો માતમ

જે બાદ સોસાયટીના લોકો તેને લઈને તાત્કાલિક હોસ્પિટલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો આ અંગેની જાણ થતાં રાકેશના પિતા રામચંદ્ર શાહુ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. રાકેશના અવસાનથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. 
 

    follow whatsapp