Rajkot: સા'ગઠીયા' બાદ વધુ એક પૂર્વ અધિકારીના ઘરે દરોડા, વિજિલન્સ શાખાને અનેક દસ્તાવેજો મળ્યા

Rajkot News: રાજકોટમાં TRP અગ્નિકાંડ બાદ એક બાદ એક મનપાના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.  એવામાં આજે વધુ એક  પૂર્વ અધિકારી પર ગાળિયો કસાયો છે

Rajkot News

Rajkot News

follow google news

Rajkot News: રાજકોટમાં TRP અગ્નિકાંડ બાદ એક બાદ એક મનપાના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.  એવામાં આજે વધુ એક  પૂર્વ અધિકારી પર ગાળિયો કસાયો છે. આ પૂર્વ અધિકારીએ પણ મનસુખ સાગઠીયાની જેમ જ મોટો કૌભાંડો આચર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. RMC ની વિજિલન્સ શાખાએ અલ્પના મિત્રા નામના આ પૂર્વ સિટી એન્જિનિયરના ધરે દરોડા પડ્યા હતા.

RMC ના પૂર્વ અધિકારી પર ગાળિયો કસાયો


મળતી માહિતી અનુસાર, વિજિલન્સ શાખાને આ દરોડામાં મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા જે તમામને કબજે કરવામાં આવ્યા છે. પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટના નવા મનપા કમિશનરના આદેશ બાદ આ તપાસ હાથ ધરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

 અલ્પના મિત્રાએ દરોડા બાદ આપી સ્પષ્ટતા

 


અગાઉ અલ્પના મિત્રાનું નામ કૌભાંડમાં ખૂલ્યું હતું

અગાઉ અલ્પના મિત્રા આવાસ યોજનાના ટેક્નિકલ સિટી એન્જિનિયર તરીકેની જવાબદારીમાં હતા. ત્યારે ગોકુલનગર આવાસ યોજનામાં અને PPP યોજનામાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. તે સમયે સિટી એન્જિનિયર તરીકે અલ્પના મિત્રા હતા. જોકે કૌભાંડો બહાર આવતા તેમને સાઈડ પોસ્ટિંગ અપાયું હતું. ત્યારબાદ એક સિટી ઈજનેર નિવૃત્ત થતા ફરી આવાસ શાખા મિત્રાને સોંપાઈ હતી. જેના ત્રણ મહિનામાં જયભીમનગર પીપીપીમાં નવી શરતો સાથે ટેન્ડર તેમજ ગોકુલનગર આવાસમાં કોર્પોરેટરના મળતિયાઓને ફ્લેટ આપવાનું કૌભાંડ બહાર આવતા ફરીથી તેમની પાસેથી આ જવાબદારી લઈ લેવામાં આવી હતી.  આ રીતે તેના પર અનેક કૌભાંડ આચાર્ય હોવાની શંકા છે. તેમણે પોતાના પદ પરથી ત્યારે રાજીનામું આપી દીધું હતું અને  રાજીનામાં આપ્યા બાદ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. જોકે, ત્યારે પણ એ સવાલ હતો અને આજે પણ થઈ રહ્યો છે કે, અલ્પના મિત્રાએ રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું હતું? ફરી  વિજિલન્સ શાખાના દરોડા બાદ આ પૂર્વ અધિકારી ચર્ચાનો વિષય બન્યા છે.

(ઇનપુટ: રોનક મજેઠીયા, રાજકોટ)
 

    follow whatsapp