Rajkot Murder Case: રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા વેજાગામ વાજડીના યુવકની તેના જ સગા મામા-મામીએ ધોકાના ફટકા મારીને કરપીણ હત્યા કરી નાંખી હતી. મામાની દીકરીના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે અગાઉ ગામમાં નહીં આવવા માટે ચેતવણી આપવામાં આવી હતી. છતા તે ગામમાં આવતા તેને મામા-મામીએ મળીને પતાવી દીધો હતો અને બાદમાં પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા.
ADVERTISEMENT
મામાના ગામે ગયો હતો યુવક
વિગતો મુજબ, વાજડીનો જયદીપ મેરિયા નામનો યુવક સાંજે બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. ત્યારે બાદ રાત્રે ફોઈના દીકરાએ જયદીપના ઘરે ફોન કરીને જાણ કરી હતી કે જયદીપ પર હુમલો થયો છે અને તેનું મોત થઈ ગયું છે. આથી યુવકના પિતા સહિતના પરિજનો ઢોકળીયા ગામે દોડી ગયા હતા. તો બનાવની જાણ થતા જ પડધરી PSI સહિતનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહનું પંચનામું કરીને તેને રાજકોટ સિવિલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
પ્રેમ સંબંધનો ભાંડો ફૂટતા ગામમાં નહીં જવાની ધમકી આપી હતી
પોલીસની તપાસમાં સામે આવ્યું કે, મૃતક જયદીપ 3 ભાઈમાં મોટો અને અપરિણીત હતો અને તે ડ્રાઈવિંગનું કામ કરતો હતો. જયદીપ ઢોકળીયા ગામે રહેતા સગા મામાની દીકરીના એકતરફી પ્રેમમાં હતો. આથી થોડા દિવસો પહેલા જ તેની સાથે માથાકુટ થઈ હતી અને તેને ગામમાં ન આપવાની ચેતવણી અપાઈ હતી. જોકે છતાં રવિવારે સાંજે તે ફરીથી ઢોકળીયા ગામે ગયો ત્યારે તેના બે મામા તથા મામીએ તેના પર ધોકાથી હુમલો કર્યો હતો.
મામાની દીકરીના પ્રેમમાં હતો યુવક
ઘટનાને લઈને મૃતક યુવકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કહેવાયું છે કે, મામાની દીકરા સાથે જયદીપને પ્રેમ સંબંધ હોવાથી તેનો ખાર રાખીને હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે બે મામા તથા બે મામીની ધરપકડ કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
ADVERTISEMENT
