Heat wave Alert: અમદાવાદ-ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ, તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચશે

Gujarat Heatwave Alert: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત છે. અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારે 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે તો અમદાવાદ ગાંધીનગરમાં 45 ડિગ્રીને પણ ગરમી વટાવી ગઈ છે.

heat wave alert

heat wave alert

follow google news

Gujarat Heatwave Alert: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત છે. અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારે 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે તો અમદાવાદ ગાંધીનગરમાં 45 ડિગ્રીને પણ ગરમી વટાવી ગઈ છે. કાળજાળ ગરમીથી બપોરે રસ્તાઓ સુમસામ જોવા મળે છે. ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી 4 દિવસ રાજ્યમાં ગરમીથી રાહત નહીં મળે તેવી આગાહી કરી છે. 

4 દિવસ આકરી ગરમી પડશે

હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમી પવન ફૂંકવાને કારણે રાજ્યમાં આગામી 4 દિવસ માટે હિટવેવની આગાહી કરી છે. આજે અને આવતીકાલ માટે અમદાવાદ-ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને તાપમાનનો પારે 46 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉપરાંત દરિયાકિનારાના શહેરોએ 5 દિવસ સુધી અકળામણ અનુભવી શકાય છે. જોકે સારી બાબત છે કે 4 દિવસ બાદ ગરમીમાં 2-4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ  શકે છે. અમદાવાદમાં ગઈકાલે 45.9 અને ગાંધીનગર 45.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ જિલ્લાઓમાં 4 દિવસ માટે ગરમીનું ઓરેન્જ એલર્ટ

વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી 4 દિવસ જ્યાં ઓરેન્જ એલર્ટ છે તેમાં આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરનો સમાવેશ થાય છે. 

સુરતમાં ગરમીના કારણે 10 લોકોના મોત

નોંધનીય છે કે, ગરમીના કારણે લૂ લાગવાની ઘટનાઓ રાજ્યમાં વધી રહી છે. સુરતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં જ ગભરાણ બાદ અચાનક બેભાન થયેલા 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ 10 લોકોમાંથી એક વ્યક્તિનું હીટસ્ટ્રોકના કારણે દુઃખદ અવસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો અન્ય મૃતકોના મૃત્યુ પાછળનું કારણ જાણવા સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. તો બીજી બાજુ શહેરની હોસ્પિટલમાં 12 લોકોને સારવાર અપાઈ રહી છે. સિવિલમાં 8 દર્દીઓ અને સ્મીમેરમાં 4 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

    follow whatsapp