India Vs Pakistan Match: IND vs PAK મેચની ટિકિટના નામે છેતરપિંડીથી સાવધાન, ગાંધીનગરના યુવક સાથે ઓનલાઈન ફ્રોડ

Yogesh Gajjar

27 Sep 2023 (अपडेटेड: Sep 27 2023 12:21 PM)

IND vs PAK Match: અમદાવાદમાં આગામી મહિનાથી વર્લ્ડકપનો શુભારંભ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં સૌ કોઈની નજર ભારત અને પાકિસ્તાન મેચ પર છે. અમદાવાદમાં 14મી…

gujarattak
follow google news

IND vs PAK Match: અમદાવાદમાં આગામી મહિનાથી વર્લ્ડકપનો શુભારંભ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં સૌ કોઈની નજર ભારત અને પાકિસ્તાન મેચ પર છે. અમદાવાદમાં 14મી ઓક્ટોબરે રમાનારી મેચની ટિકિટ માટે દર્શકો ઘણા સમયથી હાથ-પગ મારી રહ્યા છે અને ક્યાંકથી ટિકિટનો મેળ પડી જાય તેવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ટિકિટની ભારે ડિમાન્ડ વચ્ચે ગઠિયાએ સક્રિય થયા છે અને એક ઠગ નકલી ટિકિટ એન્જિનિયરિંગ વિદ્યાર્થી પાસેથી પૈસા લઈને પધરાવી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ પણ વાંચો

મેચની ટિકિટ લેવા જતા વિદ્યાર્થી છેતરાયો

PDPUમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી રવિએ પોતાના મિત્ર સાથે ભારત-પાકિસ્તાન મેચ જોવાનો પ્લાન બનાવ્યો હતો. તેઓ ટિકિટ લેવા માટે સ્ટેડિયમ પહોંચ્યા, પરંતુ ટિકિટની કોઈ વ્યવસ્થા નહોતી. આ સમયે નિલના ઈન્સ્ટાગ્રામમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ વેચવાની રીલ દેખાઈ, આથી રવિએ ફોન કરીને 6 ટિકિટ લેવા પૂછપરછ કરી. જેમાં સામેની વ્યક્તિએ એક ટિકિટના 3500 રૂપિયા કહ્યા અને 6 ટિકિટના 21000. આ માટે પહેલા 25 ટકા એટલે કે 5250 ઓનલાઈન જમા કરાવવા કહ્યું, જે બાદ ઈમેઈલથી ટિકિટ મળે. બાદમાં બાકીની 50 ટકા રકમ 10,500 જમા કરાવા પર ટિકિટ પોસ્ટ દ્વારા ઘરે મોકલવામાં આવશે એમ જણાવાયું હતું. ટિકિટ મળે પછી 25 ટકા ચૂકવવાનું નક્કી કર્યું.

ઓનલાઈન પૈસા આપ્યા પછી ફોન ઉપાડવાનું બંધ

આથી રવિએ 25 ટકા લેખે 5250 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં સામેની વ્યક્તિએ D17થી D22 સુધીની 6 ટિકિટ ઈમેઈલથી મોકલી હતી જેના પર ક્યુઆર કોડ પણ હતો. નિલે આ કોડ સ્કેન કરવાનો પ્રયાસ કરતા તે સ્કેન થયો જ નહીં. બાદમાં સામેની વ્યક્તિને ફોન કરતા તેણે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું. પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા રવિએ આ બાબતે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.

    follow whatsapp