Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં ખાબકશે કમોસમી વરસાદ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat Weather Forecast Update: ગુજરાતના હવામાનમાં ફરી એકવાર ફેરફારની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalala Patel) દ્વારા કરવામાં આવી છે.

Gujarat Weather

Gujarat Weather

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

point

પરેશ ગોસ્વામીએ 26 અને 27 ફેબ્રુઆરીએ વરસાદ થવાની આગાહી કરી છે.

point

અંબાલાલ પટેલે પણ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી વાતાવરણમાં પલટાની આગાહી કરી છે.

Gujarat Weather Forecast Update: ગુજરાતના હવામાનમાં ફરી એકવાર ફેરફારની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalala Patel) દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં તોફાની પવન અને કમોસમી વરસાદની (Rainfall) સંભાવના છે. જે મુજબ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને માવઠું થવાની શક્યતા છે. પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો: ગંભીર બેદરકારી! જંબુસરમાં સિઝેરિયન બાદ મહિલાના પેટમાં કપડું ભૂલી ગયા ડોક્ટર, દંપતીએ ઠાલવ્યો આક્રોશ

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય અને ગ્રહોના ફેરફારના કારણે પવનની સ્થિતિમાં ફેરફાર થશે તથા તાપમાનમાં પણ ઘટાડો આવશે. રાજ્યમાં 1થી 5 માર્ચે પવનનો યોગ સર્જાતા ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યના કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ તથા બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. 

આ પણ વાંચો: ભારતીયોને થીજાવીને મારી નાખનાર શેતાનની અમેરિકાથી ધરપકડ

પરેશ ગોસ્વામીએ પણ કરી આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. ફેબ્રુઆરીના અંતમાં ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થશે. ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, પરંતુ રાજ્યમાં કોઈ ઠંડીના રાઉન્ડની શક્યતા નથી.જોકે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાના કારણે 26 અને 27 ફેબ્રુઆરી દરમિયાન ઘણા વિસ્તારોમાં માવઠાના ઝાપટા આવી શકે છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ તથા મહેસાણામાં ઝાપટા આ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત તથા ડાંગ જિલ્લામાં પણ છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. જોકે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની શક્યતા વધારે છે.

    follow whatsapp