અમદાવાદ: અમદાવાદમાં દીન પ્રતિદીન છેડતીના બનાવો વધી રહ્યા છે, આ વચ્ચે ભુલાભાઈ ચાર રસ્તા પાસે છેડતી કરનારા રોમિયોને સ્કૂલની વિદ્યાર્થિનીઓએ એવો પાઠ ભણાવ્યો કે જિંદગીભર તે કોઈનું નામ લેવાની ભૂલ નહીં કરે. છેડતી કરનારાને છોકરીઓએ રોડ પર જ મેથીપાક આપ્યો હતો. આ દરમિયાન કોઈ વ્યક્તિએ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, જે હવે સામે આવ્યો છે.
ADVERTISEMENT
વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક રોડ પર પડેલો છે અને સ્કૂલ યુનિફોર્મમાં રહેલી છોકરી આ યુવકને મારી રહી છે. ભુલાભાઈ ચાર રસ્તા પાસેનો આ બનાવ છે. છોકરીનો આરોપ છે યુવક તેની છેડતી કરી રહ્યો હતો. છેડતી બાદો રોષે ભરાયેલી છોકરીએ ત્યાં જ રોમિયો યુવકની ધોલાઈ કરી નાખી હતી. એક બાજુ છોકરી તે યુવકને મારી રહી છે, તો લોકો પણ મૂકપ્રેક્ષક બનીને બધું જોઈ રહ્યા છે. હાલમાં સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
ADVERTISEMENT
