AMC corruption news: AMC ના એક વરિષ્ઠ અધિકારીની એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં AMCના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ATDO) હર્ષદભાઇ મનહરલાલ ભોજક અને પ્રજાજન આશિષ કનૈયાલાલ પટેલનું નામ સામેલ છે. બંને આરોપીઓને ગઇકાલે આશ્રમ રોડ પર આવેલી એક ઓફિસમાંથી પકડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
AMC ના ઇતિહાસમાં સૌથી મોટી લાંચ
મળતી માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 2 ના અધિકારી હર્ષદભાઈ મનહરલાલ ભોજક ₹20,00,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે, જેઓના રહેણાંક ફ્લેટ પ્રગતિનગર એરીયા અમદાવાદ ખાતે એસીબીની ટીમે પંચ રૂબરૂ જડતી તપાસ કરતા રૂપિયા 73 લાખ ની રોકડ રકમ તથા સોનાનું બિસ્કીટ આશરે સાડા ચાર લાખની કિંમતનું મળી કુલ રૂપિયા 77 લાખ ઉપરાંતની માલમતા ધોરણસર કબજે કરેલ છે. દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતે ને ચકાસણી અને જડતી ચાલી રહેલ છે.
AMCએ મકાનો અને દુકાનો તોડી હતી
આ કામના ફરીયાદીની અમદાવાદ શહેરમાં વડીલો પાર્જીત જમીનમાં મકાનો/દુકાનો હતી. જે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્રારા કબ્જો લઈ તોડી નાખવામાં આવેલ. જેથી મકાનો/ દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરીયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરેલ જેમા જણાવેલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજુ કરશો તો AMC તેઓને વૈકલ્પીક વ્યવસ્થા કરી આપશે. જેથી આ કામના ફરીયાદીએ ગવર્નમેન્ટ એપ્રુવલ એન્જીનિયર આરોપી આશીષ પટેલને મળેલ અને આરોપી આશીષએ ફરીયાદીને આરોપી હર્ષદભાઇ ભોજક સાથે મુલાકાત કરાવેલ. બનાવની હકીકતથી વાકેફ કરેલ જેથી આરોપી હર્ષદ ભોજક નાઓએ ફરીયાદીને કામ કરી આપવા પેટે પ્રથમ રૂ.50 લાખ લાંચની માગણી કરેલ અને આરોપી આશીષને રૂપિયા.10 લાખ આપવાની વાત કરેલ. જેથી ફરીયાદીએ રકઝક કરતા રૂ.20 લાખ આપવાના નક્કી કર્યું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતો ન હતો તેથી ACB નો સંપર્ક કર્યો.
ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું
ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યા બાદ, એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપીઓએ ફરિયાદી સાથે લાંચની રકમ અંગે ચર્ચા કરી અને તેને સ્વીકારી લીધી હતી. ACB અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. જાદવના નેતૃત્વ હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ACBના મદદનીશ નિયામકો કે.બી. ચુડાસમા અને એ.વી. પટેલે આ કાર્યવાહીનું સુપરવિઝન કર્યું હતું.
ADVERTISEMENT
