Ahmedabad: ગૃહ ઉદ્યોગમાંથી ખરીદેલા અથાણામાં નીકળી ગરોળી, પરિવારને ઝાડા-ઉલટી થઈ ગયા

અમદાવાદમાં અથાણાની બોટલમાંથી ગરોળી નીકળવાની ઘટના સામે આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે પરિવારને છેલ્લા એક મહિનાથી ઝાડા ઉલટીની અસર હતી અને તેમને સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેમના રસોડામાં પડેલી અથાણાની બરણી જ તેનું કારણ છે.

Ahmedabad News

અથાણાની બરણીની તસવીર

follow google news

Ahmedabad News: ખાણી-પીણીની વસ્તુઓમાં મૃત જીવ-જંતુઓ મળવાની ઘટનાઓ અટકી રહી નથી. ચિપ્સમાંથી મરેલો દેડકો અને સંભારમાંથી મૃત ઉંદર મળી આવ્યા હતા. હવે અમદાવાદમાં અથાણાની બોટલમાંથી ગરોળી નીકળવાની ઘટના સામે આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે પરિવારને છેલ્લા એક મહિનાથી ઝાડા ઉલટીની અસર હતી અને તેમને સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેમના રસોડામાં પડેલી અથાણાની બરણી જ તેનું કારણ છે.

અથાણાની બરણીમાં ગરોળી નીકળી

અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહેતા પરિવારે થોડા દિવસ પહેલા વેજલપુરમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યું હતું. પરિવાર દરરોજ જમવામાં કાચની બરણીમાંથી થોડું-થોડું અથાણું ખાતો હતો. જોકે ગઈકાલે અચાનક બરણીમાંથી ગરોળી નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. ખાસ છે કે અથાણું ખાવાના કારણે છેલ્લા એક મહિનાથી પરિવારના સભ્યોને ઝાડા-ઉલટીની અસર હતી. 

હેલ્થ વિભાગે શરૂ કરી તપાસ

ઘટનાની તપાસ માટે AMCની હેલ્થ વિભાગની ટીમ વેજલપુરના જૈન ગૃહ ઉદ્યોગમાં પહોંચી હતી. જોકે ગૃહ ઉદ્યોગના સંચાલકે પોતાને કોઈ માહિતી ન હોવાનું કહ્યું અને પોતે સાણંદથી માલ ખરીદતા હોવાનું કહીને હાથ અધ્ધર કરી દીધા હતા. 

પરિવારે લગાવ્યો આરોપ

પરિવારનો આરોપ છે કે, જ્યારે અથાણામાંથી ગરોળી નીકળી તો બરણી પરના ગ્રાહક નંબર પર ફોન કરતા સામેથી ઉડાઉ જવાબ અપાયો. સામેની વ્યક્તિએ 'શોપ પરથી બેનને નવું અથાણું મળી જશે તેવો .' બાદમાં તેમણે ફૂડ સેફ્ટીના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરતા ત્યાંથી પણ ઉડાઉ જવાબ આપીને વેબ સાઈટ પર વરસાદ કરવા માટે કહેવાયું. 

    follow whatsapp