ખાનગી સ્કૂલો હવે 1રૂ. પણ વધારાની ફી નહીં વસૂલી શકે, વાલીઓના હીતમાં DEOએ જાહેર કર્યો પરિપત્ર

Gujarat Tak

27 Apr 2024 (अपडेटेड: Apr 27 2024 12:02 PM)

School Fees: હાલમાં ગુજરાત બોર્ડની સ્કૂલોમાં પરીક્ષા પૂરી થયા બાદ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. જોકે અમદાવાદ શહેરની કેટલીક સ્કૂલો નવા સત્રનો પ્રારંભ થાય તે પહેલા જ નવા વર્ષની ફીની ઉઘરાણી શરૂ કરી દીધી હોવાની અને ફી ભર્યા બાદ જ પરિણામ આપવાની રજૂઆતો DEOને કરવામાં આવી હતી. જેને લઈને અમદાવાદ શહેર DEO દ્વારા ખાનગી શાળાઓને પરિપત્ર કર્યો છે.

School Fees

School Fees

follow google news

School Fees: હાલમાં ગુજરાત બોર્ડની સ્કૂલોમાં પરીક્ષા પૂરી થયા બાદ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. જોકે અમદાવાદ શહેરની કેટલીક સ્કૂલો નવા સત્રનો પ્રારંભ થાય તે પહેલા જ નવા વર્ષની ફીની ઉઘરાણી શરૂ કરી દીધી હોવાની અને ફી ભર્યા બાદ જ પરિણામ આપવાની રજૂઆતો DEOને કરવામાં આવી હતી. જેને લઈને અમદાવાદ શહેર DEO દ્વારા ખાનગી શાળાઓને પરિપત્ર કર્યો છે.

આ પણ વાંચો

આ પણ વાંચો: US Accident: અમેરિકામાં કાર અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓના કરુણ મોત, 20 ફૂટ ઊંચી ઉછળી કાર

વધુ ફી ઉઘરાવતી શાળાઓ સામે લાલ આંંખ

શહેર DEO રોહિત ચૌધરીએ ખાનગી શાળાઓના આચાર્યો તથા સંચાલકોને પરિપત્ર કરીને સૂચના આપી છે કે, ગુજરાત સ્વનિર્ભર સ્કૂલ એક્ટ અને રૂલ્સ 2017 હેઠળ તમામ શાળાએ ફી નિર્ણારણ સમિતી દ્વારા ફી મંજૂર કરાવેલી હશે. જેમાં શાળાને મળેલા ફી આદેશ અને શરતોનું પાલન કરવું રહેશે. ફી નિયમનના કાયદા અનુસાર શાળાઓ ફી કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતા વધુ ફી લઈ શકશે નહીં. શાળાઓને ઓર્ડર કરવામાં આવ્યો છે કે તેમણે ફી કમિટી દ્વારા શાળાની ફીના ઓર્ડરની નકલ વિદ્યાર્થીઓ અને વાલીઓ જોઈ શકે તેમ શાળાની બહાર નોટિસ બોર્ડ કે વેબસાઈટ પર લગાવવાની રહેશે. 

આ પણ વાંચો: ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષા ક્યારે યોજાશે? ગુજરાત બોર્ડનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય

શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ જ ઉઘરાવી શકશે ફી

આ ઉપરાંત પરિપત્રમાં આદેશ કરાયો છે કે, શાળાઓ શૈક્ષણિક સત્ર ચાલ ન થાય ત્યાં સુધી કોઈ પ્રકારની ફી લઈ શકશે નહીં. શૈક્ષણિક સત્ર ચાલુ થયા બાદ એક સાથે વધુમાં વધુ 3 માસની ફી લઈ શકશે. 1 વર્ષ કે 6 મહિનાની ફી એકસાથે માગી નહીં શકે. જોઈ કોઈ શાળા ગુજરાત સ્વનિર્ભર સ્કૂલ (ફી નિયમન) એક્ટની કોઈપણ પ્રકારની જોગવાઈનું ઉલ્લંઘન કરે તો દંડ, શિક્ષા અને શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. 

    follow whatsapp