પત્નીના નામે ઘર ખરીદવાના શું છે ફાયદા? સરકાર મહિલાઓને આપે છે ખાસ છૂટ

Benefits of buying a house in your wife’s name: આજના સમયમાં પોતાનું ઘર હોવું એ મોટી વાત માનવામાં આવે છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે એક સામાન્ય માણસનું આખું જીવન પૈસા કમાવવા અને બચાવવાની વચ્ચે જ વિતી જાય છે

પત્નીના નામે ઘર ખરીદવાના ફાયદા

Benefits of buying a house in your wife’s name

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પત્નીના નામે ઘર ખરીદવાથી થશે ઘણા ફાયદા

Benefits of buying a house in your wife’s name: આજના સમયમાં પોતાનું ઘર હોવું એ મોટી વાત માનવામાં આવે છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે એક સામાન્ય માણસનું આખું જીવન પૈસા કમાવવા અને બચાવવાની વચ્ચે જ વિતી જાય છે. જો તમે પણ ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે તમારી પત્નીના નામે ઘર ખરીદવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે. જાણો પત્નીના નામે ઘર ખરીદવાથી શું-શું ફાયદા થાય છે....

સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. સરકાર સમાજમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. તેમને ઘણી વસ્તુઓ પર ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સાથે-સાથે સરકારે મહિલાઓ માટે અલગ ટેક્સ સ્લેબ પણ રાખ્યો છે. સાથે જ મહિલાઓને પ્રોપર્ટી ખરીદવામાં પણ ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. જો તમે નવું ઘર ખરીદી રહ્યા છો અને તેને તમારી પત્નીના નામે લઈ રહ્યા છો, તો તેમાં પણ છૂટ મળે છે.

ઓછી સ્ટેમ્પ ડ્યુટી 

જ્યારે કોઈ પ્રોપર્ટી ખરીદવામાં આવે છે, ત્યારે તેના ડોક્યુમેન્ટેશનમાં પણ ઘણો ખર્ચ થાય છે. રજિસ્ટ્રી કરાવવા માટે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘણા પૈસા ખર્ચ થઈ જાય છે. પરંતુ ઘણા રાજ્યોમાં મહિલાઓને પુરુષો કરતાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. પુરુષોની સરખામણીએ મહિલાઓને સ્ટેમ્પ ડ્યુટીમાં 2થી 3 ટકા ઓછી ચૂકવવી પડે છે. જોકે, તે દરેક રાજ્યમાં અલગ-અલગ હોઈ શકે છે. 

ઓછા વ્યાજ દરે હોમ લોન

જો તમે હોમ લોન પર ઘર ખરીદો છો અને આ હોમ લોન તમારી પત્નીના નામે લો છો. તો તમે સસ્તા વ્યાજ દરે હોમ લોન મેળવી શકો છો. આમ કરવાથી તમારા પૈસાની પણ બચત થાય છે. તમને જણાવી દઈએ કે ઘણી બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પુરુષોને બદલે મહિલાઓને ઓછા વ્યાજ દરે લોન આપે છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા ઘણી લોન સ્કીમ ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે જો તમે તમારી પત્નીના નામે ઘર ખરીદો છો તો તમને તેનો ફાયદો થઈ શકે છે.

    follow whatsapp