500 રૂપિયાની નોટ અંગે સૌથી મોટા સમાચાર, RBI ના રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો

Krutarth

31 May 2023 (अपडेटेड: May 31 2023 4:24 PM)

નવી દિલ્હી : ગત્ત 19 મે, 2023 ના રોજ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. દેશની તમામ બેંકમાં…

gujarattak
follow google news

નવી દિલ્હી : ગત્ત 19 મે, 2023 ના રોજ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. દેશની તમામ બેંકમાં તેનીપરત ફરવાની પ્રક્રિયા પણ શરૂ થઇ ચુકી છે. હવે RBI ના વાર્ષિક રિપોર્ટમાં 500 રૂપિયાની નોટો મુદ્દે પણ મોટો ખુલાસો થયો છે. બે હજારની નોટોને બદલવા માટે અપાયેલી 30 સપ્ટેમ્બરનો સમય પુર્ણ થઇ ચુક્યો છે. આ અગાઉ જ કેન્દ્રીય બેંકની સામે 500 રૂપિયાની નોટો અંગેની મુશ્કેલી સામે આવી ચુકી છે. 2000 રૂપિયાની ગુલાબી નોટ બંધ થયા બાદ હવે દેશમાં સૌથી મોટી આ કરન્સી નોટ રિઝર્વ બેંક માટે મોટો માથાનો દુખાવો સાબિત થઇ રહી છે.

આ પણ વાંચો

રિપોર્ટના અનુસાર 500 ની નકલી નોટની ઘુસણખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે. 2022-23 માં 500 રૂપિયાના આશરે 91 હજાર 110 નકલી નોટ પકડાયા હતા. 2021-22 ની તુલનાએ 14.6 ટકા વધારે છે. 2020-21 માં 500 રૂપિયા 39,453 નકલી નોટ પકડાયા હતા. જ્યારે 2021-22 માં 76,669 ની નોકલી નોટ પકડી ગયા હતા. નકલી નોટની પકડાવા મુદ્દે 500 રૂપિયાની નોટો ઉપરાંત 2000 રૂપિયાની નકલી નોટોનો પણ સમાવેશ થાય છે. જો કે તેમની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને નાણાકીય વર્ષ 2022-23 માં 2000 રૂપિયાની નકલી નોટોની સંખ્યા 28 ટકા ઘટીને 9806 નોટ રહી હતી. 500 અને બે હજાર રૂપિયાની નોટો ઉપરાંત 100,50,20,10 રૂપિયાની પણ નકલી નોટો પકડાયા છે.

RBI ના રિપોર્ટ અનુસાર બેંકિંગ સેક્ટરમાં પકડાયેલી નકલી નોટોની કુલ સંખ્યા 2 લાખ 25 હજાર 769 રહી, જ્યારે ગત્ત વર્ષે 2 લાખ 30 હજાર 971 ની નકલી નોટો મળી હતી. આ વર્ષે 500 રૂપિયા ઉપરાંત 20 રૂપિયાની નોકલી નોટોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. 2022-23 માં 20 રૂપિયાની નકલી નોટોમાં 8.4 નો વધારો થયો છે. બીજી તરફ 10 રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં 11.6 ટકા, 100 રૂપિયાની નકલી નટોની સં્ખાયા 14.7 ટકાનો ઘટાડો થયો છે. નકલી નોટ ઉપરાંત આરબીઆઇ પોતાની એન્યુઅલ રિપોર્ટમાં નોટો પર થનારી છપાઇની પણ સંપુર્ણ માહિતી આપી છે. આરબીઆઇએ 2022-23 માં કુલ 4682.80 કરોડ રૂપિયાની નોટો છાપવા માટે ખર્ચ કર્યા હતા. 2021-22 માં છપામણીનો ખર્ચ 4984.80 કરોડ રૂપિયા હતો.

જો સર્કુલેશનની વાત કરીએ તો સૌથી વધારે સર્કુલેશનમાં 10 રૂપિયા અને 500 રૂપિયાની નોટ હાજર છે. 31 માર્ચ, 2023 સુધીમાં વોલ્યુમના હિસાબથી દેશની કુલ કરન્સી સર્કુલેશનનો 37.9 ટકા 500 ની નોટ છે. ત્યાર બાદ 10 રૂપિયાની નોટની હિસ્સેદારી 19.2 ટકા છે. તેવામાં 500 રૂપિયાની નકલી નોટોને સિસ્ટમમાં સાફ કરવું RBI ની મોટી જવાબદારી છે.

    follow whatsapp