Exit Poll થી શેર માર્કેટમાં તોફાન! સેન્સેક્સમાં રેકોર્ડ 2000 પોઈન્ટથી વધુનો ઉછાળો

Stock Market BSE Sensex NSE Nifty Update: લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ શેર માર્કેટમાં તોફાન જોવા મળી રહ્યું છે. આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 2000 પોઈન્ટ અને નિફ્ટીમાં 800 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.

Exit Poll થી શેર માર્કેટમાં તોફાન!

Stock Market BSE Sensex NSE Nifty Update

follow google news

Stock Market BSE Sensex NSE Nifty Update: લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ શેર માર્કેટમાં તોફાન જોવા મળી રહ્યું છે. આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 2000 પોઈન્ટ અને નિફ્ટીમાં 800 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. હાલમાં સેન્સેક્સ 76,050 પર છે. જ્યારે NIFT હાલમાં 23,154 પોઈન્ટ પર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરબજારમાં આ વર્ષનો આ સૌથી મોટો ઉછાળો છે. અગાઉ 29 જાન્યુઆરીએ સેન્સેક્સમાં 972 (1.76%) પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. તો અદાણી પોર્ટ્સના શેર ખૂબ જ તેજીથી દોડી રહ્યા છે.

એક્ઝિટ પોલથી શેર માર્કેટમાં તોફાન

માર્કેટમાં આવી જોરદાર તેજીને એક્ઝિટ પોલ સાથે જોડવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પ્રચંડ બહુમતી મળશે અને તેમાંથી ઘણાએ તો એવું પણ કહ્યું છે કે પીએમ મોદીનો '400 પાર'નો ટાર્ટેગટ પણ પૂરો થઈ શકે છે. સાત તબક્કામાં યોજાયેલી ચૂંટણી માટે મતગણતરી 4 જૂન 2024ના રોજ થશે. 

ઘણા શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળશે

જો એક્ઝિટ પોલના અંદાજો સાચા સાબિત થશે તો કેટલીક શેર કંપનીઓના શેરના ભાવમાં જોરદાર ઉછાળો આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નીતિઓનો સીધો ફાયદો કેટલીક કંપનીઓને થયો છે. જેના કારણે જો બીજેપી ફરી સત્તામાં આવશે તો શેરોમાં રોકેટ જેવી તેજી આવે તે લગભગ નિશ્ચિત છે. આ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે માર્કેટમાં તેજી આવશે.

આ IPO પણ આજે થશે ઓપન

મળતી માહિતી મુજબ, ક્રોનોક્સ લેબ સાયન્સ લિમિટેડનો આઈપીઓ પણ આજથી ખુલી રહ્યો છે. જો તમે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ શ્રેષ્ઠ તક છે. રોકાણકારો આ IPO માટે 5 જૂન સુધી અરજી કરી શકે છે. રિટેલ રોકાણકારોએ આ IPO માટે ઓછામાં ઓછા એક લોટ એટલે કે 110 શેર માટે અરજી કરવાની રહેશે.


નોંધઃ અમે કોઈને શેર બજારમાં રોકાણ કરવાની સલાહ આપતા નથી. જો કોઈ શેર બજારમાં રોકાણ કરવા માંગે છે, તો તેઓ એક્સપર્ટ્સની સલાહ લીધા બાદ રોકાણ કરી શકે છે. 

    follow whatsapp