Stock Market Holiday in August: જો તમે શેર માર્કેટ (Share Market)માં પૈસાનું રોકાણ કરો છો, તો તમારા માટે કામના સમાચાર છે. જુલાઈ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં શેરબજાર (Stock Market Holiday in August 2024) ઘણા દિવસો સુધી બંધ રહેશે. શનિવાર અને રવિવારની રજાઓ ઉપરાંત અન્ય રજાઓનો પણ આમાં સામેલ છે.
ADVERTISEMENT
15 ઓગસ્ટે શેર બજાર રહેશે બંધ
શનિવાર અને રવિવારની રજાઓ સિવાય શેરબજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ (National Stock Exchange) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange) ઓગસ્ટ મહિનામાં રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસ (Independence Day 2024) પર બંધ રહેશે. આ દિવસે ઈક્વિટી સેક્ટર, ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને SLB સેગમેન્ટમાં કોઈપણ પ્રકારનું ટ્રેડિંગ થશે નહીં. આ સિવાય પબ્લિક હોલિડેના દિવસે કેપિટલ માર્કેટ અને ફ્યૂચર અને ઓપ્શન સેગમેન્ટમાં પણ કોઈ ટ્રેડિંગ થશે નહીં.
ઓગસ્ટમાં કેટલા દિવસ રહેશે શેર બજારમાં રજા?
- 3 ઓગસ્ટ 2024- શનિવારની રજા
- 4 ઓગસ્ટ 2024- રવિવારની રજા
- 10 ઓગસ્ટ 2024- શનિવારની રજા
- 11 ઓગસ્ટ 2024- રવિવારની રજા
- 15 ઓગસ્ટ 2024- સ્વતંત્રતા દિવસ નિમિત્તે રજા રહેશે
- 17 ઓગસ્ટ 2024- શનિવારની રજા
- 18 ઓગસ્ટ 2024- રવિવારની રજા
- 24 ઓગસ્ટ 2024- શનિવારના કારણે રજા રહેશે
- 25 ઓગસ્ટ 2024- રવિવારના કારણે રજા રહેશે
- 31 ઓગસ્ટ 2024- શનિવારના કારણે રજા રહેશે
BSE-NSE ના કેલેન્ડર મુજબ શેરબજારમાં ક્યારે રજા રહેશે?
- મહાત્મા ગાંધી જન્મ જયંતિ (બુધવાર, 02 ઓક્ટોબર) પર રજા રહેશે.
- દિવાળી (શુક્રવાર, 01 નવેમ્બર) પર શેરબજાર બંધ રહેશે
- ગુરુનાનક જયંતિ (15 નવેમ્બર, શુક્રવાર) પર શેરબજારમાં રજા રહેશે.
- ક્રિસમસ (બુધવાર, 25 ડિસેમ્બર) પર બજાર બંધ રહેશે.
ઓગસ્ટમાં બેંક રજાઓની સંપૂર્ણ યાદી
- 4 ઓગસ્ટ (રવિવાર)
- 10 ઓગસ્ટ (બીજો શનિવાર)
- 11 ઓગસ્ટ (રવિવાર)
- 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)
- 18 ઓગસ્ટ (રવિવાર)
- 19 ઓગસ્ટ (રક્ષાબંધન)
- 24 ઓગસ્ટ (ચોથો શનિવાર)
- 25 ઓગસ્ટ (રવિવાર)
- 26 ઓગસ્ટ (જન્માષ્ટમી)
ADVERTISEMENT
